હ્યૂસ્ટન યુનિવર્સિટીએ બિલ્ડિંગનું નામ બદલી ભારતીય-અમેરિકી દંપતિના નામ પર કર્યું

હ્યૂસ્ટનઃ હ્યૂસ્ટન વિશ્વવિદ્યાલયની એક બિલ્ડિંગનું નામ બદલીને ભારતીય-અમેરિકી દંપતિ ડો. દુર્ગા અને સુશીલા અગ્રવાલના નામ પર રાખવામાં આવ્યું છે. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને રીસર્ચ યોજનાઓને આગળ વધારવામાં આ દંપતિના યોગદાનને માન્યતા આપવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

વિશ્વવિદ્યાલયના અધિકારીઓએ જણાવ્યું કે હ્યૂસ્ટન યૂનિવર્સિટી 1927માં સ્થાપિત કરવામાં આવેલી પબ્લિક રિસર્ચ કોલેજ છે. વિશ્વ વિદ્યાલયે પોતાના એન્જિનિયરિંગ રિસર્ચ બિલ્ડિંગનું નામ 26 એપ્રિલના રોજ ડો. દુર્ગા ડી અગ્રવાલ અને સુશીલા અગ્રવાલના નામ પર રાખ્યું.

આ બિલ્ડિંગનું નામ તેમને સમર્પિત કરવામાં આવવાને લઈને આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય મૂળના અમેરિકી કુલપતિ અને વિશ્વવિદ્યાલયના પ્રમુખ રેણુ ખાતોર, ભારતના કોન્સ્યુલેટ જનરલ ડો. અનુપમ રે, ભારતીય સમુદાયના સદસ્ય, વિદ્યાર્થી અને પ્રોફેસર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.