અભિનેત્રી પ્રનૂતને સોશિયલ મિડિયા પર પોતાનો એક ડાન્સ વિડિયો મૂકીને એનાં પ્રશંસકોને આશ્ચર્ય આપ્યું છે. આ વિડિયોમાં તે ‘મોરા ગોરા અંગ લઈ લે, મોહે શામ રંગ દઈ દે’ ગીતની ધૂન પર ડાન્સ કરતી જોઈ શકાય છે. આ ગીત 1963માં આવેલી હિન્દી ફિલ્મ ‘બંદિની’નું છે, જેમાં પ્રનૂતનનાં અભિનેત્રી દાદી નૂતન પર ફિલ્માવાયું હતું. આ એવરગ્રીન ગીત પર પ્રનૂતનs કથક નૃત્ય કર્યું છે. વિડિયો સાથેની કેપ્શનમાં તેણે લખ્યું છેઃ ‘મારે મન આ ગીત ખૂબ જ વિશેષ છે, કારણ કે એ મારાં દાદીનું ગીત છે.’ પ્રનૂતન 8-9 વર્ષની હતી ત્યારથી ભારતનાટ્યમ શીખે છે. આજે પણ તે એની પ્રેક્ટિસ કરે છે.
પ્રનૂતનની નવી ફિલ્મ આવી રહી છે ‘હેલ્મેટ’, જેમાં એનો હિરો છે અપારશક્તિ ખુરાના.