પરંપરાગત ફેશનને પશ્ચિમી સ્પર્શઃ શિલ્પાનો નવો ટ્રેન્ડ

બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર શિલ્પા શેટ્ટી-કુન્દ્રાએ પરંપરાગત ફેશનને પશ્ચિમી ફેશનનો સ્પર્શ આપવાનો ફરી એક નવો ચીલો પાડ્યો છે. એક નવા ફોટોશૂટમાં એણે ઓરેન્જ રંગની સિલ્ક સાડી, કાનમાં લાંબા ઈયરિંગ્સ સાથે આત્મવિશ્વાસપૂર્વક પોઝ આપ્યો છે. તેનાં આ લૂકની વિશેષતા એ છે કે તેણે કમરમાં એક પહોળો બેલ્ટ બાંધ્યો છે જેનાથી એની સાડીનું સૌંદર્ય પૂર્ણતા પામ્યું છે. (તસવીર સૌજન્યઃ શિલ્પા શેટ્ટી ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]