‘બેલ બોટમ’ ફિલ્મનું ટ્રેલર દિલ્હીમાં લોન્ચ કરાયું…

અક્ષયકુમાર, વાણી કપૂર, હુમા કુરેશી, લારા દત્તા-ભૂપતિ અભિનીત જાસૂસી વાર્તા પર આધારિત હિન્દી ફિલ્મ ‘બેલ બોટમ’નું ટ્રેલર મંગળવાર, 03 ઑગસ્ટ 2021 એ નવી દિલ્હીમાં પીવીઆર પ્રિયા ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વખતે નિર્માતાઓ જેકી ભગનાની, દીપશિખા દેશમુખ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અક્ષયકુમારની સાથે એની પત્ની ટ્વિન્કલ ખન્ના, પુત્ર આરવ અને પુત્રી નિતારા પણ હતાં. સૌએ કેક કાપીને પ્રસંગની ઉજવણી કરી હતી.

અક્ષયકુમાર અને વાણી કપૂર મુંબઈ એરપોર્ટથી રવાના થયા તે વેળાની તસવીર

ફિલ્મના દિગ્દર્શક છે રણજીત તિવારી. અક્ષય RAW સંસ્થાનો જાસૂસ બન્યો છે તો વાણી એની પત્ની. લારા બની છે ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી. 80ના દાયકામાં જ્યારે ઈન્દિરા ગાંધી ભારતનાં વડાં પ્રધાન હતાં એ વખતે વિમાન અપહરણની ઘટનાઓએ હાહાકાર મચાવ્યો હતો. કોરોનાવાઈરસ બીમારીને કારણે ‘બેલબોટમ’ની રિલીઝ અટવાઈ છે. આખરે આવતી 19 ઓગસ્ટથી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મ 3D ટેક્નોલોજીમાં બનાવાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]