કરીના કપૂર-ખાન ‘ગૂડ ન્યૂઝ’નાં સેટ પર…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર 27 ફેબ્રુઆરી, બુધવારે મુંબઈમાં તેની નવી ફિલ્મ 'ગૂડ ન્યૂઝ'ના શૂટિંગ માટે ફિલ્મ સ્ટુડિયોમાં હાજર થઈ હતી. આ ફિલ્મમાં તેનાં સહકલાકારો છે - અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિઆરા અડવાની. 'ગૂડ ન્યૂઝ' આ વર્ષની 6 સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.