કરીના કપૂર ‘ગૂડ ન્યૂઝ’ના સેટ પર; ‘બેબી બમ્પ’ વિશે ઊડી અફવા

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન 27 ફેબ્રુઆરી, બુધવારે મુંબઈમાં તેની નવી ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’ના શૂટિંગ માટે ફિલ્મ સ્ટુડિયોમાં હાજર થઈ હતી. આ ફિલ્મમાં તેનાં સહકલાકારો છે – અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિઆરા અડવાની. અક્ષય સાથે કરીના 10 વર્ષ પછી ફરી સ્ક્રીન પર ચમકશે. આ પહેલાં બંને જણ ‘અજનબી’, ‘કમબખ્ત ઈશ્ક’, ‘ટશન’, ‘બેવફા’ ફિલ્મોમાં ચમક્યાં હતાં.

આ તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થતાં અને કરીનાનું સહેજ ઉપસી આવેલું પેટ જોતાં એવી અટકળો વહેતી થઈ છે કે એ ફરી ગર્ભવતી છે. પરંતુ બાદમાં સ્પષ્ટતા થઈ હતી કે એનું બેબી બમ્બ અસલી નહીં, પણ નકલી છે. માત્ર ફિલ્મના શૂટિંગ માટે એવું બતાવવામાં આવ્યું છે.

સહ કલાકાર સૈફ અલી ખાનને પરણેલી કરીના એક પુત્ર – તૈમૂર અલીની માતા છે.

રાજ મહેતા દિગ્દર્શિત ‘ગૂડ ન્યૂઝ’ ફિલ્મ ફર્ટિલિટી (શુક્રાણુની કમી)ની સમસ્યાનો સામનો કરતા બે યુગલ વિશેની છે.

‘ગૂડ ન્યૂઝ’ આ વર્ષની 6 સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે. કરીના આ ઉપરાંત ‘તખ્ત’, ‘સેલ્યૂટ’ અને ‘બોમ્બે સમુરાઈ’ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.

અક્ષય કુમારની આગામી ફિલ્મો છેઃ ‘કેસરી’, ‘ક્રેક’, ‘મોગલ’, ‘મહિલા મંડલી’, ‘હાઉસફૂલ 4’, ‘મિશન મંગલ’, ‘રાઉડી રાઠોર 2’, ‘હેરા ફેરી 3’, ‘સૂર્યવંશી’. આ બધી જ ફિલ્મો આ જ વર્ષમાં રિલીઝ થવાની છે. આમ, આ વર્ષ અક્ષયનું બની રહેશે એમાં કોઈ શંકા નથી.

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર 27 ફેબ્રુઆરી, બુધવારે મુંબઈમાં તેની નવી ફિલ્મ 'ગૂડ ન્યૂઝ'ના શૂટિંગ માટે ફિલ્મ સ્ટુડિયોમાં હાજર થઈ હતી. આ ફિલ્મમાં તેનાં સહકલાકારો છે - અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિઆરા અડવાની. 'ગૂડ ન્યૂઝ' આ વર્ષની 6 સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.