બોલીવુડ અભિનેતા સની દેઓલ અને તેની પત્ની પૂજા દેઓલનાં પુત્ર અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલે તેની વર્ષો જૂની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે 18 જૂન, રવિવારે મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત ફાઈવ સ્ટાર હોટેલ તાજ લેન્ડ્સ એન્ડ ખાતે લગ્ન કર્યા છે. બાદમાં બંનેનાં લગ્નનું રીસેપ્શન એ જ હોટેલમાં યોજવામાં આવ્યું હતું. તેમાં હિન્દી ફિલ્મ જગતની અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. દ્રિશા આચાર્ય દંતકથા સમાન ફિલ્મ દિગ્દર્શક-નિર્માતા સ્વ. બિમલ રોયની પ્રપૌત્રી છે.
સની દેઓલ
બોબી દેઓલ (કરણ દેઓલના કાકા) તેની પત્ની તાન્યા અને પુત્ર આર્યમન સાથે