ફિલ્મી સિતારાઓને યાદ રહી જશે 2019ની એ વિશેષ ક્ષણ…

2019ના વર્ષે વિદાય લીધી છે અને એ સાથે જ તે ઘણી યાદગાર ક્ષણોને પાછળ મૂકતું ગયું છે. આમાં હિન્દી ફિલ્મ જગતની હસ્તીઓ પણ બાકાત રહી નથી. એવા અમુક પ્રસંગોની તસવીરી ઝલક અહીં પ્રસ્તુત છે.


2019નાં ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં શાહરૂખ ખાન અને કાજોલ સાથે સ્ટેજ પર એકબીજાને મળ્યાં. બોલીવૂડની આ સૌથી રોમેન્ટિક અને આઈકોનિક જોડી ગણાય છે.


2019ના ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં રણબીર કપૂરની બે ગર્લફ્રેન્ડ મળી અને એકબીજીને શુભેચ્છાની આપ-લે કરી. આલિયા ભટ્ટ છે રણબીરની વર્તમાન ગર્લફ્રેન્ડ અને કેટરીના કૈફ છે ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ.


ફિલ્મ કલાકારો ઓક્ટોબરમાં નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમના નિવાસસ્થાને જઈને મળ્યા. એ પ્રસંગની વિશેષતા હતી શાહરૂખ ખાન અને આમિર ખાનનું મિલન.


કેટરીના કૈફને લાલ રંગનાં ગાઉન પહેરવાનું બહુ ઘેલું છે. વોગ બ્યુટી એવોર્ડ્સ કાર્યક્રમમાં પણ એ લાલ રંગનો ગાઉન પહેરીને ગઈ હતી, પણ સ્ટેજ પર પહોંચ્યાં બાદ ગાઉનનો લાંબો છેડો (ટ્રેલ) સંભાળવામાં એને તકલીફ પડતી જોતાં દિગ્દર્શક કબીર ખાન અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એની મદદે પહોંચી ગયા હતા.


રણવીર સિંહ અને દીપિકા પદુકોણે એમનાં લગ્નની પહેલી વર્ષગાંઠ તિરુપતિ બાલાજી મંદિર અને અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરીને ઉજવી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]