અક્ષયકુમારે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા…

પોતાની આગામી નવી હિન્દી ફિલ્મ ‘રામ સેતુ’નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં અભિનેતા અક્ષય કુમારે 18 માર્ચ, ગુરુવારે અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ ખાતે જઈને શ્રી રામલલાના દર્શન કર્યા હતા અને ફિલ્મ માટે મુહૂર્ત પૂજા કરી હતી. ભીડને કારણે એને ‘રામ કી પૈડી’ની મુલાકાતનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. અક્ષયની સાથે ફિલ્મની અભિનેત્રીઓ જેક્લીન ફર્નાન્ડિસ અને નુસરત ભરૂચા પણ હતી. અયોધ્યામાં ફિલ્મનો મુહૂર્ત શોટ લેવામાં આવ્યો હતો. રામલલાના દર્શન કર્યા બાદ અક્ષયે સોશિયલ મિડિયા પર તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે આજે શ્રી અયોધ્યાજીમાં ફિલ્મ રામસેતુના શુભારંભ માટે ભગવાન શ્રીરામના આશીર્વાદ પ્રાપ્ત થયા.

અક્ષય કુમાર, જેક્લીન ફર્નાન્ડિસ, નુસરત ભરૂચા

અક્ષય બાદમાં લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જઈને મળ્યો હતો.

(તસવીર સૌજન્યઃ અક્ષય કુમાર, નુસરત ભરૂચા, Lyca Productions ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ)