પ્રતીક બબ્બર, સાન્યા સાગર બન્યાં પતિ-પત્ની…

બોલીવૂડ અભિનેતા પ્રતીક બબ્બરે એની ગર્લફ્રેન્ડ સાન્યા સાગર સાથે 23 જાન્યુઆરી, બુધવારે લખનઉમાં મહારાષ્ટ્રીયન વિધિનુસાર લગ્ન કર્યા હતા. લખનઉ સાન્યાનું વતન છે. એ બહુજન સમાજ પાર્ટીના નેતા પવન સાગરની પુત્રી છે. પ્રતીક અને સાન્યા ગુરુવારે મુંબઈ પાછાં ફર્યાં હતાં. પ્રતીક સ્વ. અભિનેત્રી સ્મિતા પાટીલ અને એક્ટરમાંથી કોંગ્રેસના નેતા બનેલા રાજ બબ્બરનો પુત્ર છે. પ્રતીકને જન્મ આપ્યાના અમુક અઠવાડિયા બાદ સ્મિતા પાટીલનું નિધન થયું હતું. રાજ બબ્બરને પ્રથમ પત્ની નાદિરા સાથેના લગ્નથી બે સંતાન થયા છે - પુત્રી જુહી અને પુત્ર આર્ય. પ્રતીકે 2008માં 'જાને તૂ... યા જાને ના' ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એની અન્ય ફિલ્મો છે - 'ધોબી ઘાટ', 'આરક્ષણ', 'એક દીવાના થા', 'બાગી 2', 'મુલ્ક', 'મિત્રોં'. આ વર્ષે તે 'છીછોરે' અને 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મોમાં આવી રહ્યો છે. સાન્યા સાગરે અમુક મ્યુઝિક વિડિયો, ટૂંકી ફિલ્મો, ફેશન ફિલ્મોનું નિર્માણ કર્યું છે. 2017માં પ્રતીકે એને લગ્નની ઓફર કરી હતી અને 2018ના જાન્યુઆરીમાં એમણે સગાઈ કરી હતી.


સ્વ. સ્મિતા પાટીલ


સ્વ. સ્મિતા પાટીલ, રાજ બબ્બર


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]