રાષ્ટ્રપતિ મુર્મુ, વડા પ્રધાન મોદીને રાખડી બાંધવામાં આવી

દેશભરમાં 11 ઓગસ્ટ, ગુરુવારે શ્રાવણ સુદ પૂનમ નિમિત્તે રક્ષાબંધન તહેવાર નિમિત્તે નવી દિલ્હીસ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ તથા અનેક શાળાઓનાં બાળકોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાખડી બાંધી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના નિવાસસ્થાને વડા પ્રધાનના કાર્યાલયના સફાઈ કામદારો, કારકૂનો, બગીચાના માળીઓ તથા ડ્રાઈવર કર્મચારીઓની પુત્રીઓ તથા શાળામાં ભણતી બાળકીઓ પાસે રાખડી બંધાવી હતી. વડા પ્રધાને બાળકીઓને તિરંગો આપ્યો હતો.

અમૃતસરમાં અટારી-વાઘા સરહદ થાણા ખાતે બાળકીઓએ સીમા સુરક્ષા દળના જવાનોના હાથ પર રાખડી બાંધી હતી

સીમા સુરક્ષા દળના જવાનોએ પણ રક્ષાબંધન તહેવાર ઉજવ્યો