નાગપંચમી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી…

દેશભરમાં હિન્દુ, જૈન અને બૌદ્ધ શ્રદ્ધાળુઓએ 2 ઓગસ્ટ, મંગળવારે નાગપંચમી પર્વ નિમિત્તે મંદિરોમાં જઈને નાગદેવતાની પરંપરાગત ધાર્મિક ઉમંગ અને ઉત્સાહપૂર્વક પૂજા કરી હતી. નાગપંચમી તહેવારની ઉજવણી ભારત ઉપરાંત નેપાળમાં પણ કરવામાં આવે છે. ઉપરની તસવીર પટનાના મંદિરની છે.

પટનાના મંદિરમાં: પૌરાણિક કથા અનુસાર, ઋષિ આસ્તિક મુનિએ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે નાગ-સર્પની રક્ષા માટે યજ્ઞ અટકાવી દીધો હતો. એને લીધે તક્ષક નાગના બચી જવાથી નાગોનો વંશ બચી ગયો હતો. આગના તાપથી નાગને બચાવવા માટે ઋષિએ એમની પર કાચું દૂધ રેડ્યું હતું. ત્યારથી નાગપંચમી ઉજવવામાં આવે છે.

બેંગલુરુના મંદિરમાં

બેંગલુરુના મંદિરમાં

ભોપાલના નાગેશ્વર મંદિરમાં