15 ઓગસ્ટે ભારત દેશ પોતાનો 75મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે. એની ઉજવણી અને તૈયારીરૂપે મુંબઈના ભાયખલા ઉપનગરમાં પ્રાણીબાગની બાજુમાં આવેલી એક દુકાનમાં કાપડના તેમજ કાગળના રાષ્ટ્રધ્વજ બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ રીતે નિર્માણ કરાયેલા રાષ્ટ્રધ્વજોનું શહેરની શાળાઓ, કોલેજો, જુદા જુદા રાજકીય પક્ષોને, જુદી જુદી સંસ્થાઓને તેમજ જાહેર જનતા માટે વેચાણ-વિતરણ કરાય છે. (તસવીરોઃ દીપક ધુરી)