હરિદ્વાર, અલાહાબાદ, વારાણસી અને પટના જેવા શહેરોમાં 23 નવેમ્બર, શુક્રવારે કાર્તિકી પૂર્ણિમા અથવા દેવદિવાળી પર્વ નિમિત્તે ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને પૂજા-અર્ચના કરવા માટે હિન્દુ શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉમટ્યો હતો. ઉપરની તસવીર હરિદ્વારના ‘હર કી પૌડી’ ઘાટની છે.