પૂણેની સ્કૂલ ઑફ ફેશન ટેક્નોલૉજીનો સુપર્બ ફેશન શો…

દેવાંશુ દેસાઈ

પૂણેની મહર્ષિ કર્વે સ્ત્રી શિક્ષણ સંસ્થા દેશભરમાં જાણીતી છે. ૧૨૦ વરસ જૂની આ શિક્ષણ સંસ્થામાં આજની તારીખે આર્કિટેક્ચર, મૅનેજમેન્ટ, નિર્સંગ, વોર્કશૉપ ટ્રેનિંગ ફેશન ટેક્નોલૉજી જેવી વિવિધ શાળામાં પચ્ચીસ હજારથી વધુ છોકરીઓ અભ્યાસ કરી રહી છે.

મહર્ષિ કર્વે સ્ત્રી શિક્ષણ સંસ્થાની સ્કૂલ ઑફ ફેશન ટેક્નોલૉજી (ટૂંકમાં SOFT) એ પ્રિમીયર ઈન્સ્ટિટ્યૂટ છે. તાજેતરમાં આ ફેશન ટેક્નોલૉજી દ્વારા મુંબઈની સહારા-સ્ટાર હોટેલમાં સ્ટુડન્ટ્સ દ્વારા નિર્મિત ઈન્ટરનૅશનલ કક્ષાના ડિઝાઈનર વસ્ત્રોનો ફેશન શો યોજાઈ ગયો.

આ ફેશન શોમાં સ્ટુડન્ટ્સ ઉપરાંત એમના પરિવારજનો અને મુંબઈના ખ્યાતનામ ફેશન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો હાજર હતા. દેશના જાણીતા ફેશન ડિઝાઈનર હેમાંગ વોરા અને જગદીપ શૌકીને ખાસ જ્યૂરી તરીકે સેવા આપી હતી.

સૌથી મહત્ત્વની વાત એ હતી કે પૂણેની શિક્ષણ સંસ્થાનાં સ્ટુડન્ટ્સે આંતરરાષ્ટ્રીય કક્ષના વસ્ત્રોની ડિઝાઈન માટે ફેબ્રિકથી લઈને રિસર્ચ, કન્સેપ્ટ, ડિઝાઈન માટે શોમાં હાજર રહેલા ફેશન નિષ્ણાતાઓએ થોકબંધ પ્રશંસા કરી હતી. સ્ટુડન્ટ્સે આંતરરાષ્ટ્રીય ડિઝાઈનરને ટક્કર આપે એવા વસ્ત્રો ડિઝાઈન કર્યા હતા.

સંસ્થાની બે સ્ટુડન્ટ – ઉપમા બટ્ટામસેટ્ટી અને ઐશ્વર્યા ભીંસેને શ્રેષ્ઠ ડિઝાઈન માટે એવૉર્ડ પ્રાપ્ત થયા હતા.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]