ફૂલો કી રાની, બહારો કી મલિકા…

બ્રાઇડ હોય કે બ્રાઇડમેડ હોય લગ્નમાં ફ્રેશ ફૂલોથી શણગાર કરવાના ખૂબ શોખીન હોય છે. સોનાની કે ચાંદીની પીન, કે પછી કોઇ જરદોશી કે સ્ટોન્સના વર્કવાળા મેચીંગ બ્રોચ નાખવાની જગ્યાએ જ્યાં સુધી ફ્રેશ ફૂલ મળી રહે છે ત્યાં સુધી દુલ્હન એ જ નાખવાનુ પસંદ કરે છે. અને આજકાલ બ્રાઇડલ હેર સ્ટાઇલમાં આનો વપરાશ પણ વધી ગયો છે. પહેલાના જમાનામાં જ્યારે મેચીંગ બ્રોચ નહોતા મળતા ત્યારે મહિલાઓ મોગરા, ગુલાબ અને ગલગોટાની વેણીઓ નાખી શણગાર સજતી હતી. આજે પણ કેટલાક સમાજમાં લગ્નમાં ફ્રેશ ફૂલોની વેણી નાખવામાં આવે છે. સાઉથ ઇન્ડિયન, મહારાષ્ટ્રિયનમાં તો મહિલાઓ રોજે વેણી નાખવાનું પસંદ કરે છે. આજકાલ બ્રાઇડલ હેર સ્ટાઇલ માટે ફ્લાવર્સની વાત કરીએ તો ઘણી બધી નવી ફેશન ચાલી રહી છે.

ફ્રેશ ફૂલમાં બ્રાઇડ એકદમ નેચરલ રેડી થઇ હોય એવુ લાગે છે. ફ્રેશ ફૂલની વેણી, ફ્લાવર તમને એક નેચરલ લુક આપે છે. કોઇ હેવી ગોલ્ડનું કે સિલ્વરનું બ્રોચ અથવા તો સ્ટોન્સવાળા બ્રોચ ન હોય એટલા માટે ઇમીટેશન જેવુ નથી લાગતુ. કહેવા જઇએ તો વાળમાં ફૂલ ન નાખ્યા હોય તો એવુ લાગે છે શણગારમાં કાંઇક અધૂરુ છે. એવુ નહી કે ફક્ત બ્રાઇડ જ, પરંતુ બ્રાઇડના સગાસંબંધીઓ પણ ફૂલ નાખીને તૈયાર થાય તો લુક ખૂબ સરસ લાગશે. બ્રાઇડલ લુક માટે અલગ-અલગ ફૂલનો ઉપયોગ થાય છે. જે તમારા ડ્રેસમાં પણ મેચીંગ થાય, આખો દિવસ કેરી શકો અને જલદીથી કરમાય ન જાય એ રીતે વેણી તૈયાર કરવામાં આવે છે.

દુલ્હન ઓર્ડર આપે એ પ્રમાણે નાની-મોટી જેવી વેણી તમને પસંદ પડે એ રીતે તમે ઓર્ડર આપીને વેણી બનાવડાવી શકો છો. હેરસ્ટાઇલમાં મોગરા અને રજનીગંધાના ફૂલનો ઉપયોગ વધુ થાય છે. પરંતુ મોગરાના ફૂલ જલદી કરમાઇ જતા હોવાથી ટગરની કળીઓ તેમજ થોડા ખીલેલા ગુલાબ, ગલગોટાનાં ફૂલ નાખવામાં આવે છે. રીસેપ્શન માટે પણ અલગથી ફૂલોની વેણી બનાવવામાં આવે છે. મોગરા સાથે ગુલાબની પાંખડીઓ અને લીલાં પાન મિક્સ કરીને ગૂંથવામાં આવતી વેણી પણ ખૂબ ચાલી રહી છે. ટ્રેડિશનલ અંબોડા કે ચોટલા જેવી હેરસ્ટાઇલમાં સફેદ ફૂલોના ગજરા સારા લાગે છે.

આજકાલ ફૂલો સાથે નવા એક્સપેરિમેન્ટ પણ કરવામાં આવે છે. તમારા જે કલરના કપડા હોય એ કલરથી ટગરની કળીઓને રંગી દેવામાં આવે છે. ત્યારબાદ રંગેલી ટગરની કળીઓ, સ્ટોન અને મોતીનો ઉપયોગ કરીને બ્રોચ અને વેણી બનાવવામાં આવે છે. જો કે આવા બ્રોચ અને વેણીઓના થોડા ભાવ વધુ હોય છે પરંતુ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. આમાં તમને નેચરલ લુક પણ મળી જાય છે અને આર્ટિફિશ્યલ ટચ પણ મળી રહે છે. ઉનાળાની સીઝનમાં ફૂલો સૌથી વધુ મળી રહે છે. ત્યારે તમારે ફૂલો સાથે જે એક્સપેરિમેન્ટ કરવુ હોય એ કરી શકો છો એટલે કે તમારે દરેક ફંક્શન માટે અલગ-અલગ જેટલી વેણી બનાવડાવી હોય એટલી વેણી ઓછા ખર્ચે બનાવી શકો છો. હેર સ્ટાઇલમાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે તો વાળ પણ સુરક્ષિત રહેશે કારણ કે આમાં કોઇપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો. ફૂલોની હેર સ્ટાઇલ હશે એટલા માટે વધુ વજન પણ નહી લાગે એટલે આખો દિવસ હેવી બ્રોચ લગાવીને ફરવાની પણ કોઇ ઝંઝટ નહી રહે.ઉનાળામાં જે પણ ફૂલ જોઇએ એ આરામથી મળી રહે છે અને ઓછા ખર્ચે મળી રહે છે. પરંતુ શિયાળામાં જે ફૂલ જોઇતા હોય એ મેળવવામાં થોડી મુશ્કેલી પડે છે અને વેણી થોડી મોંઘી પણ બને છે. યુવતીઓ બ્રાઇડલ હેર સ્ટાઇલ સિવાય હવે ફ્લાવર્સની જ્વેલરી પર પણ પસંદગી ઉતારી રહી છે. બ્રાઇડને જ્યારે પીઠી લગાવવામાં આવે છે ત્યારે દુલ્હન કલરફૂલ ફ્લાવરથી બનેલી જ્વેલરી પહેરે છે. આ પ્રકારની જ્વેલરી માટે પહેલેથી ઓર્ડર આપવો પડે છે. આ જ્વેલરી થોડી મોંઘી બને છે પરંતુ દેખવામાં ખૂબ સરસ લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]