GTU અને ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઈ-ટેબનું વિતરણ

અમદાવાદ- ગુજરાત સરકારના શિક્ષણ મંત્રાલય, ટેકનિકલ શિક્ષણ વિભાગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું.

ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીના હસ્તે વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રધાન વિભાવરીબેન દવે ઉપરાંત રાજ્ય શિક્ષણ મંત્રાલય અને ટેકનિકલ શિક્ષણ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. રાજ્યભરના આશરે સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ ઈ-ટેબલેટની વિશેષતા એ છે કે, તે વિદ્યાર્થીઓને ઈ-બુક,શૈક્ષણિક વિડીયો, સ્ટાર્ટ અપની તાલીમ કે નોકરી મેળવવામાં ઉપયોગી બનશે. વર્ષ 2020થી દુનિયાભરમાં ઈન્ટરનેટ ઓન થિંગ્સના આગમન સાથે મેસીવ ઓપન ઓનલાઈન કોર્સ (મુક) એટલે કે ઓનલાઈન શૈક્ષણિક વિડીયો જોઈને તાલીમ મેળવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

આ ટેબલેટના માધ્યમથી જીટીયુ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપની તાલીમ પણ આપશે. ઉપરાંત ટેબલેટમાં માય જોબ ફીચર આપવામાં આવ્યું છે તેના માધ્યમથી કંપની વિદ્યાર્થી કે શૈક્ષણિક સંસ્થાઓનો સીધો સંપર્ક કરીને જોબ પૂરી પાડી શકશે. ઈ-ટેબમાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કંપનીઓ માટે અલગ અલગ લોગ ઈનની વ્યવસ્થા કરવામાં આવેલી છે.