રાજા, વાજા ને વાંદરા

રાજા, વાજા ને વાંદરા

 

સત્તાના સિંહાસને બેઠેલો માણસ ક્યારે કેવો વરતાવ કરશે એ કળવું મુશ્કેલ છે. એની સાથે અમુક મર્યાદા રાખીને જ રહેવું હિતાવહ છે. આ જ રીતે વાજિંત્ર ક્યારે એના નાજૂક લયમાંથી છટકી જાય અને બેસૂંરૂં વાગે તે કહી શકાતું નથી.

વાંદરાઓ માટે તો કશું જ કહેવું મુશ્કેલ છે. વાંદરા જેવો સ્વભાવ એટલે સાવ બરછટ અને તોફાની સ્વભાવ. સંસ્કૃતમાં એક શ્લોક છેઃ

“મર્કટસ્યસુરાપાનં તત્ર વૃશ્ચિકદંશનમ્।

તન્મધ્યેભૂતસંચારોયદવાતદવાભવિષ્યતિ।”

એટલે જ કહેવાય છે, વાંદરાને દારૂ ન પવાય.

ભગવદ્ગોમંડલ મુજબ,
જેમ ચડાવો તેમ ચડે-રાજા, વાજા ને વાંદરાં જેમ ભમાવીએ તેમ ભમે.

રાજાની મહેરબાનીનો ભરોસો નહિ; આડું પડતાં વાર લાગે નહિ.

 

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)