સીંદરી બળે પણ વળ ન છોડે

 

સીંદરી બળે પણ વળ ન છોડે

 

પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. માણસ સ્વભાવગત રીતે જીદ્દી હોય તો પણ એ ગમે તેટલું નુકશાન થાય અથવા ગમે તે પરિણામ આવે જીદ છોડતો નથી. સીંદરી અથવા કાથીની દોરી વળ ચડાવીને બનાવાય છે. આ દોરીને સળગાવીએ તો એ સળગશે ખરી પણ એને ચઢાવેલો વળ એમનો એમ રહેશે.

આમ, સીંદરી બળી જાય એનો નાશ થાય તો પણ એ વળ અથવા અભિમાન મૂકતી નથી. આ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)