દગા કિસી કા સગા નહીં, કર્યા ન હોય તો કરી જોજો
|
માણસના વ્યવહારો પારદર્શક અને પ્રમાણિકતાપૂર્વકના હોવા જોઈએ. દરેક માણસમાં ઈશ્વરનો અંશ છે. પોતાના સ્વાર્થ કે કપટ ખાતર શકુનીની જેમ સોગઠાં નાંખીને બાજી જીતી શકાય છે પણ આ રીતે કોઈના હકનું છેતરપિંડી કરીને લઈ લીધેલ પચતું નથી. મોડા-વહેલા એ વ્યાજ સાથે વસુલીનો ફટકો મારતું જાય છે.
કપટ અથવા દગો કોઇનો થતો નથી એ પ્રસ્થાપિત સિદ્ધાંતને ઉજાગર કરવા માટે આ કહેવત “દગા કિસી કા સગા નહીં, કર્યા ન હોય તો કરી જોજો” પડી હશે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)