નાદાન કી દોસ્તી, જી કા જંજાલ

 

   નાદાન કી દોસ્તી, જી કા જંજાલ

 

કોઈ પણ વ્યક્તિ સાથે દોસ્તી કરીએ ત્યારે આપણું નામ સ્વાભાવિક રીતે એની સાથે જોડાય છે. ત્યારે એના નાના મોટા કામમાં પણ સાથે ઊભાં રહેવું પડે છે અને ક્યારેક એના દોરાવાયે દોરવાઇએ એવું પણ થાય છે. પેલા ઊંટ અને શિયાળની વાત આ કહેવત વધુ સારી રીતે સમજાવશે. શેરડીનાં ખેતરમાં પેસી ગયેલ ઊંટ અને શિયાળ મન ભરીને શેરડી ખાય છે. પુનમનો ચંદ્રમા બરાબર ખીલ્યો છે.

શિયાળનું પેટ નાનું એટલે એ જલદી ભરાઈ જાય. પોતે ધરાઇ ગયું એટલે ચાંદની રાતે શિયાળને ગાવાનું મન થયું. એણે લલકાર્યું. ખેતરનો માલિક જાગી ગયો અને મોટી ડાંગ લઈ અને દોડતો આવ્યો. શિયાળ તો એક નાના છીંડામાંથી ભાગી ગયું પણ પેલા ઊંટને બરાબરનો મેથીપાક ચાખવો પડ્યો. શિયાળની નાદાનીએ ઊંટને મુશ્કેલીમાં મૂકી દીધો અને માંડ માંડ એ જાન બચાવી ખાતરમાંથી ભાગી છૂટયું. નાદાન શિયાળની દોસ્તી ઊંટનાં જીવને જોખમમાં મૂકી દે છે.