સ્થૂળ દેખાવને ફેશનેબલ બનાવશે આ કૂર્તી

ફેશનની વાત આવે એટલે હંમેશાં સપ્રમાણ ફિગરને ધ્યાનમાં રાખવામાં આવે છે તમને મોલ કે સ્ટોરમાં પણ મોટા ભાગે xl, xxl M, S, L   જેવી શ્રેણીમાં વહેંચાયેલા આઉટફિટ્સ જોવા મળે છે. પરંતુ હવે કેટલાક સ્ટોરમાં તમને  5Xl  કે એથી વધુ 8એકસ એલ સુધીના વસ્ત્રો મળી રહે છે જે સારી બાબત છે. પરંતુ કેટલાક વસ્ત્રોની ડિઝાઇન નથી ગમતી તો કેટલાકમાં પ્રિન્ટ કે અમ્બ્રોઇડરી નથી ગમતા. આથી જે લોકો સ્થૂળ કાયા ધરાવે છે તેઓ નિરાશ થતા હોય છે કે તેમણે શું પહરેવું. તો તેમના માટે સૌથી સારો વિકલ્પ છે કફતાન. જે તમે કોઈ પણ પ્રસંગે પહેરી શકો છો.

અખાતના દેઓશમાં સ્ત્રીઓ રોજિંદા પહેરવેશ તરીકે જે કફ્તાન પહેરે છે તે આપણે ત્યાં યુવતીઓમાં અલગ પ્રકારના ટોપ અને કુર્તી તરીકે ફેશનજગતમાં લોકપ્રિય થઈ પડી છે. ખાસ કરીને જાણીતી વિદેશી સેલિબ્રિટી ઓપરા વિનફ્રે મોટા ભાગે ફંક્શનમાં સ્ટાઇલિશ કફ્તાન કુર્તીમાં જોવા મળતી હોય છે. તેથી સ્થૂળ સ્ત્રીઓમાં તેમજ પ્રેગ્નન્ટ સ્ત્રીઓમાં  કફ્તાન લોકપ્રિય બની રહ્યું છે. કફ્તાન કુર્તી ફુલ કફતાન ગાઉનનું નવું વર્ઝન છે. જેને ઓફિસ વેર તેમજ પાર્ટી વેર તરીકે  સ્થૂળ યુવતીઓ સરળતાથી ઉપયોગ પણ કરી શકે છે. પહેરવામાં થોડું ઠીલું એવું કફતાન – તેની ખાસિયત છે કે  તે વધારે ફિટિંગમાં સારું નથી લાગતું. આથી સ્થૂળ શરીરની યુવતીઓ તેને ડેનિમ કે કેપ્રી સાથે જરૂર પહેરી શકે.  કફ્તાન-સ્ટાઇલ પહેલાં માત્ર ગાઉનમાં જ જોવા મળતી હતી ત્યારે આટલી લોકપ્રિય નહોતી. પરંતુ હવે કફ્તાન-સ્ટાઇલ કુર્તી અને ટૉપ્સમાં પણ જોવા મળે છે. કફ્તાન-સ્ટાઇલ કુર્તી અને ટોપમાં ઘણાખરાં હળવા એટલેકે ફ્લોઇંગ ફૅબ્રિક્સ જ વાપરવામાં આવે છે; જેમ કે શિફોન, જ્યૉર્જેટ અને નૅટ ફ્લોઇ ફૅબ્રિકમાં મળતાં હોવાથી પસંદગી માટેના ઘણા વિકલ્પ મળી  રહે છે. કુર્તી અને ટૉપ્સમાં પણ ઘણી વરાઇટી આવે છે; જેમ કે વન શૉલ્ડર, બટરફ્લાય સ્લીવ, કફ્તાન કુર્તી, કફ્તાન વિથ યોક, કફ્તાન વિથ આઉટ યોક

કફ્તાન મોટા એક લંબચોરસ કપડાના ટુકડામાંથી બનાવવામાં આવે છે અખાતના દેશોમાં મુસ્લિમ સ્ત્રીઓ જ કફતાન પહેરે  છે તેમાં બાંય પહોળી  હોય છે અને કફતાનની લંબાઈ બુરખાની જેમ છેક પગ સુધીની હોય છે, પરંતુ ભારતના ફેશન જગતમાં કફ્તાનની સ્લીવ ઘણી લોકપ્રિય છે જેને બટરફ્લાય સ્લીવ પણ કહેવામાં આવે છે અને કફ્તાનની સંબાઈ છેક પગની પાની સુધીની નથી હોતી. જેમાં સાઇડ પર સાઇઝ પ્રમાણે સિલાઈ હોય છે.

અત્યારની કુર્તી સાઇઝ પ્રમાણે જ કફ્તાન કુર્તી બને છે. જેમાં નેકલાઇનમાં પણ ઘણાં વેરિએશન હોય છે અને સાથે વર્ક પણ આપવામાં આવે છે. આ કુર્તી લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે જ સારી લાગશે. કફ્તાનમાં સાઇડમાં સિલાઈ માર્યા પછી જે ફૅબ્રિક બચે છે એને કાપવામાં નથી આવતું એટલે પર્હેયા પછી એ સાઇડ પરથી નીચે આવે છે. અને ઝૂલ જેવું લાગે છે.
તો  બટરફ્લાય સ્લીવ્સમાં કફતાનને કેડ સુધી જ કફ્તાન-સ્ટાઇલિંગ આપવામાં આવે છે. આવાં ટૉપ્સ કૉલેજ જતી કિશોરીઓ તેમજ યુવતીઓમાં લોકપ્રિય બની રહે છે. આવાં ટૉપ્સ કોઈ પણ ડેનિમ સાથે સારાં લાગી શકે અથવા થ્રીફોર્થ લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પણ પહેરી શકાય. ખરેખર તો કફ્તાન સ્થૂળ શરીરવાળા પર વધારે શોભે છે, કારણ કે કફ્તાનમાં કોઈ શોલ્ડર સ્ટિચલાઇન નથી હોતી. સ્થૂળ શરીરવાળાનો બાંધો થોડો પહોળો હોય છે કફતાનમાં તમે ઋતુ પ્રમાણેના મટિરિયલની પસંદગી કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]