એશિયન ગેમ્સઃ મહિલાઓની શૂટિંગમાં રાહી સર્નોબતે ગોલ્ડ મેડલ જીત્યો

0
882

જાકાર્તા – મહારાષ્ટ્રના કોલ્હાપુરની રહેવાસી રાહી જીવન સર્નોબતે અહીં એશિયન ગેમ્સ-2018માં આજે ચોથા દિવસે મહિલાઓની શૂટિંગમાં 25 મીટર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે આ વખતની ગેમ્સમાં ભારતે જીતેલા ગોલ્ડ મેડલનો આંકડો 4 થયો છે અને કુલ મેડલ્સની સંખ્યા વધીને 11 થઈ છે.

રાહીએ થાઈલેન્ડની હરીફને પરાજય આપ્યો છે.

આ હરીફાઈનો કાંસ્ય ચંદ્રક કોરિયાની શૂટરે જીત્યો છે.

કમનસીબે, ભારતને જેને માટે મેડલની આશા હતી તે મનુ ભાકર બાકાત થઈ ગઈ હતી.

રાહીએ નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં એનો આ બીજો મેડલ છે.

આ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર અન્ય એથ્લીટ્સ છે – કુસ્તીબાજ બજરંગ પુનિયા, મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને શૂટર સૌરભ ચૌધરી.