વતન મનાલીમાં કંગનાનો પુષ્પપ્રેમ…

બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત હાલ હિમાચલ પ્રદેશસ્થિત એનાં વતન મનાલીમાં એનાં પરિવારજનો સાથે અને કુદરતનાં સાંનિધ્યમાં નિરાંત અને આનંદના દિવસો માણી રહી છે.

બગીચામાં પોતે ઉગાડેલાં રંગબેરંગી ફૂલો અને લીલોતરી પ્રત્યે પોતાને કેટલો બધો પ્રેમ છે એ દર્શાવતો એક વિડિયો કંગનાએ શેર કર્યો છે.

વિડિયોમાં કંગના કહે છે કે, આ ધરતી પર માત્ર માનવીઓનાં રૂપમાં જ જીવન છે એવું નથી, ફૂલો અને વૃક્ષોને રોપીને એમને જીવન આપવું, એમને ખીલતાં-ઉગતાં જોવા, એનાં ફળ મેળવવા એનાથી સુંદર બીજું કંઈ નથી.

આ વિડિયો સાથે કંગનાએ પોતાનાં પ્રશંસકોને એક સંદેશ પણ આપ્યો છે કે વિવિધ પ્રકારનાં ફૂલ-છોડ ઉગાડવા એ અલગ પ્રકારનો કુદરતી રોમાન્સ છે. એટલે હું મારાં પ્રશંસકોને અપીલ કરું છું કે તમે પણ છોડ રોપો અને સુંદરતાને માણો.

વિડિયો ક્લિપની શરૂઆતમાં કંગનાની બહેન રંગોલીની પણ એક ઝલક જોવા મળે છે. આ વિડિયો રંગોલી ચંદેલે જ એનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]