વાઘ-સિંહ માટે સરળ અને મોટો શિકાર સાબર…

જેનું વારંવાર જંગલમાં પ્રવાસે જવાનું અને નજીકથી જંગલ વિશે જાણવાનું ન થતું હોય એમના માટે ચિતલ, સાબર, કાળીયાર કે ચિંકારા એ બધા જ હરણ કહેવાય. તમને જાણીને નવાઇ લાગશે કે નિલગાય એ ગાય નથી, પણ સામાન્ય ભાષામા કહીએ તો હરણ જ છે. પણ આ હરણમાં કેટલાંક એવા જેને શિંગડા આવે તે કાયમી રહે અને કેટલાક એવા કે જેને શિંગડા આવે અને દર વર્ષે ખરી જાય અને વળી પાછા નવા આવે.

આ ફોટો છે નર સાબરનો, નર સાબરને દર વર્ષે લગભગ નવા શિંગડા આવે અને પછી ખરી જાય. પહેલાના જમાનામાં ઘરના વડીલો બાળક પડે અને મુંઢમાર વાગે તો સાબરશીંગને ઘસીને બાળકને પીવડાવવા કહેતા, આ પાછળનું વૈજ્ઞાનિક કારણ આજે પણ મને ખબર નથી. ભારતમાં સિંહ અને વાઘ હોય તેવા મોટાભાગના જંગલોમાં સાબરની વસ્તી છે. કેટલાક વિજ્ઞાનિકો તો એવું કહે છે કે જે જંગલમાં સાબરની વસ્તી સારી હોય તે જંગલમાં વાઘ-સિંહની વસ્તી પણ સારી હોય, કારણ કે સાબર એ વાઘ કે સિંહ માટે ચિતલ કરતા સરળ અને મોટો શિકાર છે એવું મારું માનવું છે.

જંગલમાં વાઘ કે સિંહને સાબર ચિતલ વગેરે પ્રાણીઓ તેમની હવામાથી આવતી ગંધ સુંઘીને એર્લટ થઇ જાય અને અર્લામ કોલનો ચોક્કસ અવાજ કરે, વાંદરા ઉંચી ડાળી પરથી દુરથી સિંહ વાઘ, દિપડા જોવે અને એર્લામ કોલ કરે. સાબરને આવી સિંહ વાઘ, દિપડાની ગંધ આવે તો પહેલા આગળનો પગ પછાડે અને સિંહ વાઘ, દિપડા જોવે અને કન્ફર્મ કરે પછી બચવા ભાગે અને આજ કારણથી સાબર ઘણીવાર જલ્દીથી શિકાર થઇ જાય.

(શ્રીનાથ શાહ)