મેન્ગો મૂસ

0
791

સામગ્રીઃ 2 મિડિયમ સાઈઝની પાકી કેરી, ½ કપ ક્રીમ, થોડાં ડ્રાઈ ફ્રુટ સમારેલાં અથવા ખમણેલી ચોકલેટ

રીતઃ કેરીને સુધારીને બ્લેન્ડ કરી લો. ક્રીમને અલગ બાઉલમાં લઈ હલકું અને લીસું થાય ત્યાં સુધી જેરવું. ત્યારબાદ કેરીનો પલ્પ એમાં મિક્સ કરી લો. અને ગ્લાસમાં ભરી લો. અને અડધા કલાક માટે ફ્રીજમાં ઠંડું થવા મૂકી દો. પીરસતી વખતે એના ઉપર સમારેલાં ડ્રાઈ ફ્રુટ અથવા ચોકલેટ ખમણીને નાખો.