ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પિતા બન્યો, એની પત્ની પૂજાએ નાનકડી પરી, પુત્રીને જન્મ આપ્યો

0
2296

રાજકોટ – ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અને રાજકોટનિવાસી ચેતેશ્વર પૂજારા પિતા બન્યો છે. એની પત્ની પૂજાએ પુત્રીને જન્મ આપ્યો છે. આ સમાચાર પૂજારાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા હતા અને સાથે એની પત્ની તથા નવજાત પુત્રી સાથેની તસવીર પણ શેર કરી છે.

પૂજારા હાલ વિજય હઝારે ટ્રોફીમાં રમી રહ્યો છે.

દીકરીનાં જન્મનાં સમાચાર શેર કરતી વખતે પૂજારાએ કેપ્શનમાં લખ્યું છે, ‘નાનકડી પરીનું સ્વાગત છે. અમારા જીવનમાં નવી ભૂમિકા ભજવવા માટે અમે ખૂબ જ રોમાંચિત છીએ અને સુપર ખુશ છીએ. અમે એક ઈચ્છા કરી હતી અને એ પરિપૂર્ણ થઈ છે.’

પિતા બનવા બદલ ચેતેશ્વર પૂજારા પર સાથી ક્રિકેટરો સહિત અનેક શુભેચ્છકો, પ્રશંસકો તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

ચેતેશ્વર અને પૂજાનાં લગ્ન 2013ના ફેબ્રુઆરીમાં થયા હતા.