2004 બાદ વિશ્વમાં પ્રથમવાર ઘટ્યું સ્માર્ટ ફોનનું વેચાણઃ ગાર્ટનર

નવી દિલ્હીઃ સ્માર્ટ ફોનના વૈશ્વિક વેચાણમાં વર્ષ 2017ના ચોથા ત્રિમાસિક ગાળામાં 4.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ થતાં સેમસંગે 18.2 ટકા સાથે બજારમાં પોતાનું ઉચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. ગાર્ટનરના રીપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ગાર્ટનરે જણાવ્યું કે વર્ષ 2004 બાદથી પ્રથમવાર સ્માર્ટ ફોનના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપનીના વેચાણમાં પ્રતિ વર્ષના આધાર પર 2017ના ચોથા ત્રિમાસિક ગાળામાં 3.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ આમ છતાં કંપનીએ પોતાના મુખ્ય સ્પર્ધક એપલને પછાડતાં વૈશ્વિક સ્માર્ટફોન બજારમાં પોતાનું શીર્ષ સ્થાન જાળવી રાખ્યું છે.

5.6 ટકા ઓછાં વેચાયા સ્માર્ટફોન

વર્ષ 2017ના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ મળીને વૈશ્વિક સ્માર્ટફોનના વેચાણમાં વર્ષ 2016ના ચોથા ત્રિમાસિક ગાળામાં થયેલા વેચાણની તુલનામાં 5.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2016ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં 43.2 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું હતું. જ્યારે 2017ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં 40.80 કરોડ સ્માર્ટફોન વેચાયા હતાં.

S8 Dcs S8 પ્લસ ફોનનું વેચાણ ઘટ્યું

ગાર્ટનરે પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે સેમસંગ ગેલેક્સી એસ8 અને એસ8 પ્લસના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ આ મોડલોની સફળતાએ સેમસંગના વાર્ષિક વેચાણમાં ફાયદો કરી આપ્યો છે. અને એનું કારણ પણ એ જ છે કે સેમસંગ માર્કેટમાં અત્યારે પણ નંબર વન પર છે. તો સેમસંગે આવતા સપ્તાહે શરૂ થનારા એમડબલ્યૂસીમાં ગેલેક્સી સીરીઝના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી દર્શાવી છે. રીપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષની શરૂઆતમાં નવા લોન્ચીંગથી સેમસંગનો પ્રથમ ત્રિમાસિક ગાળો સારો રહેવાની શક્યતાઓ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]