પેટાચૂંટણીમાં હાર પછી ભાજપમાં તીરાડઃ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યા પ્રહારો

નવી દિલ્હી- ઉત્તરપ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ હવે તેની આડઅસરો જોવા મળી રહી છે. વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આકરા પ્રહારોની વચ્ચે પાર્ટીની અંદર પણ નેતૃત્વ વિરૂદ્ધ અવાજ ઉઠી રહ્યો છે.

 

 

 

 

 

 

 

 

ભાજપના સીનીયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આડકતરી રીતે યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા જણાવ્યું કે પોતાની બેઠક પણ ન જીતી શકનારા લોકોને મોટુ પદ આપવું તે લોકતંત્રમાં આત્મહત્યા કરવા સમાન છે. આ સીવાય આઝમગઢના સાંસદ રહી ચૂકેલા રમાકાંત યાદવ અને પટણાના સાંસદ શત્રુઘ્ન સિંહાએ હાર માટે પાર્ટીના નેતૃત્વને જવાબદાર ગણાવ્યું છે. રમાકાંત યાદવે જણાવ્યું કે દલિતો અને પછાત વર્ગના લોકોને નજર અંદાજ કરવામાં આવી રહ્યા હોવાથી આ પરીણામ આવ્યું છે.

લાંબા સમયથી પાર્ટીથી નારાજ શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરીને જણાવ્યું કે સર યૂપી બિહારની પેટચૂંટણીના પરીણામોએ આપણને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે સીટ બેલ્ટ બાંધી લેવો જોઈએ. આગળ કપરા ચઢાણ છે. આશાઓ છે કે ભવિષ્યમાં આપણે આ સંકટને પાર પાડી શકીએ. જેટલા જલ્દી આપણે આ સમસ્યાને નિવારી શકીએ તેટલું આપણા માટે સારૂ હશે. આ પરીણામો રાજનૈતિક ભવિષ્ય પણ દર્શાવે છે આને હળવાશથી ન લેવું જોઈએ. તો આ સાથે જ શત્રુઘ્ન સિહાએ અખિલેશ, માયાવતી અને તેજસ્વી યાદવને શુભેચ્છાઓ પણ આપી હતી.