મોદી સરકારના 4 વર્ષ: 20 નવા એમ્સની જાહેરાત, ખેડૂતો માટે અનેક યોજનાઓ

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે અનેક હિતલક્ષી નિર્ણયો કરવામાં કરવામાં આવ્યા. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ખડૂતોની આવકને વર્ષ 2022 સુધીમાં બમણી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દેશમાં 20 નવી AIIMS હોસ્પિટલના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી.રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, પહેલા કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ ચાલુ હતી. આ પ્રકારની 11 યોજનાઓને એક કરીને નવી યોજના ‘હરિત ક્રાંતિ કૃષિ ઉન્નત્તિ યોજના’ લાવવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકાર બજેટમાં પણ વધારો કરશે. આપને જણાવી દઈએ કે, હરિત ક્રાંતિ કૃષિ ઉન્નત્તિ યોજના માટે વર્ષ 2019-20 માટે રુપિયા 33 હજાર 273 કરોડની ફળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં લઘુમતિ સમુદાયના કલ્યાણ માટે લઘુમતિ સમુદાયની બહુમતિ ધરાવતા જિલ્લાઓમાં વિશેષ યોજના લાગૂ કરવામાં આવશે. પહેલા આ પ્રકારની યોજનાઓમાં 196 જિલ્લાઓ આવતા હતા, જેમાં હવે વધારો કરીને 308 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, નવનિર્માણ યોજના અંતર્ગત ત્રણ નવા એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવશે. જેમાં લખનઉ, ચેન્નાઈ અને ગુવાહાટી એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવશે. જેમાં અંદાજે 5000 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

ઉપરાંત મોદી સરકારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના નજફગઢ વિસ્તારમાં નવી હોસ્પિટલના નિર્માણને પણ મંજૂરી આપી છે. જેમાં 95 કરોડ રુપિયા જેટલો ખર્ચ થશે. આ સિવાય શેરડી ક્રશિંગ માટે 5.50 રુપિયાનો સીધો લાભ ખેડૂતોને જ આપવામાં આવશે. આ સિવાય મોદી સરકારે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના અધ્યાદેશને પણ મંજૂરી આપી છે.