વિદેશી મહેમાનોનું AMA ખાતે સ્વાગત

અમદાવાદઃ જાપાન કોલીંગ સેમીનાર પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પુરૂષોત્તમદાસજી સ્વામી મહારાજના પ્રતિનિધિ તરીકે મહંત સદગુરૂ ભગવતિ પ્રસાદજીએ ઉપસ્થિત રહી જાપાનના મહેમાનોનું ભારતીય પરંપરા અનુસાર સ્વાગત કર્યું હતું. આ પ્રંસગે કરવેરા નિષ્ણાત મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.