આંકડા: 5 વર્ષમાં આતંકી હુમલા, શહીદ જવાન અને માર્યાં ગયેલાં ત્રાસવાદીઓ…

નવી દિલ્હીઃ વિપક્ષ દ્વારા ભીંસમાં મૂકાઈ રહેલી મોદી સરકાર માટે આ રીપોર્ટ થોડો રાહત આપનાર બની શકે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સરકારના સમયકાળમાં દેશમાં આતંકવાદી હુમલાઓમાં જમ્મુકશ્મીરને છોડીને ઘટાડો નોંધાયો છે.કેન્દ્રમાં મોદી સરકાર દરમિયાન દેશમાં આતંકવાદી હુમલાઓમાં કમી થઈ છે. ગૃહમંત્રાલયના આંકડા મુજબ, 2014 માં 3 ત્રાસવાદી હુમલાઓ થયાં હતી, જ્યારે 2018 માં ફક્ત એક આતંકવાદી હુમલો થયો હતો. વર્ષ 2015-16 માં એક-એક આતંકવાદી હુમલો થયો હતો, જ્યારે 2017માં કોઈ આતંકવાદી હુમલો થયો ન હતો. આ ત્રાસવાદી હુમલાઓમાં કુલ 11 નાગરિકોના મોત થયા હતાં. જેમાં 11 સુરક્ષા દળોના 11 જવાન શહીદ થયાં અને 7 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતાં.
નક્સલ-પ્રભાવિત રાજ્યો વિશે જણાવાયું છે કે, છેલ્લા 5 વર્ષોમાં હિંસામાં ઘટાડો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 4,969 નકસલવાદી હુમલા થયાં છે. વર્ષ 2014 માં 1091 નક્સલી હુમલાઓ અને 2018 માં 833 નક્સલી હુમલાઓ થયાં હતાં. 2015 માં 1089, 2016 માં 1048 અને 2017 માં 908 નકસલી હુમલાઓ થયાં હતાં.
5 વર્ષ દરમિયાન માઓવાદી હુમલા અને તેમાં નાગરિકોના મોતની સંખ્યામાં પણ ઘટાડો જોવામાં આવ્યો છે.નક્સલીઓ સામેની સતત કાર્યવાહીને કારણે દર વર્ષે અધિકતર સંખ્યામાં માઓવાદીઓ મરતાં રહ્યાં હતાં. 2014માં 63 નક્સલીઓના મોત થયાં હતાં, જ્યારે 2018માં, 225 નક્સલીઓના મોત થયાં હતાં 

ઉત્તર-પૂર્વીય રાજ્યોની હિંસામાં પણ ઘટાડો થયો છે. 2014માં 824 ઘટનાઓ અને 2018માં 252 બનાવો થયા હતા. છેલ્લા 5 વર્ષોમાં, સુરક્ષાદળોના 109 કર્મચારીઓને શહીદ થયાં જ્યારે સૈન્યએ 508 ઉગ્રવાદીઓને ઝેર કર્યાં હતાં.

જમ્મુકશ્મીરમાં 5 વર્ષમાં 1708 હુમલા નોંધાયાં હતાં. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં સતત વધારો થયો છે. 2014માં 222 આતંકવાદી હુમલાઓ, 2018માં 614, 2015માં 342 , 2016માં 208, અને 2017માં 322 હુમલા થયાં હતા. છેલ્લા 5 વર્ષોમાં, કુલ 838 આતંકવાદીઓ માર્યાં ગયાં હતાં, જ્યારે 339 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયાં હતાં. આ ત્રાસવાદી હુમલાઓમાં કુલ 138 નાગરિકોના મોત થયાં. કેન્દ્રીય પ્રધાન હંસરાજ આહીરે જણાવ્યું કે દેશમાં આતંકવાદી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર અને રાજ્યસ્તરે સુરક્ષા એજન્સીઓ વચ્ચે સઘન સંકલન સાધવામાં આવ્યું છે.