એમપી ભાજપનું ચૂંટણી ‘દ્રષ્ટિપત્ર’ જાહેર, મહિલાઓ માટે અલગથી….

ભોપાલ– મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે આજે સાંજે પોતાનો ચૂંટણી ‘દ્રષ્ટિપત્ર ‘ ઢંઢેરો જાહેર કરી દીધો છે. જેમાં મહિલાઓ માટે નારી શક્તિ સંકલ્પપત્ર નામ આપી અલગથી મેનિફેસ્ટો આપ્યો છે. તો બીજા મેનિફેસ્ટોને પાર્ટીએ દ્રષ્ટિપત્ર નામ આપ્યું છે. કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી, પેટ્રોલિયમપ્રધાનરી અને પ્રદેશ પ્રભારી ઘર્મેન્દ્ર પ્રધાન, સીએમ શિવરાજસિંહ ચૌહાણે આ ‘દ્રષ્ટિ પત્ર’ જાહેર કર્યો હતો.

આ પહેલી વખત છે જેમાં ચૂંટણી માટે બે મેનિફેસ્ટો આપ્યાં છે. મહિલા અપરાધ અંગે ચારેબાજુથી આરોપોમાં ઘેરાયેલી પાર્ટીએ અલગ મેનિફેસ્ટો આપીને જણાવ્યું છે કે મહિલા સુરક્ષા અને પ્રગતિ તેમની પ્રાથમિકતા છે.મહિલા વિરોધી અપરાધમાં મધ્યપ્રદેશ નંબર-1 હોવાને કારણે શિવરાજ સરકાર સતત વિપક્ષના નિશાને રહી છે. ત્યારે આ સ્થિતિમાં મહિલાઓ માટે અલગ મેનિફેસ્ટો લાવીને પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.દ્રષ્ટિપત્રમાં મહિલાઓ, યુવા અને ખેડૂતોની સાથે સાથે સમાજના દરેક વર્ગ પર ધ્યાન આપવામાં આવ્યું છે. જે માટે બીજેપીએ જનતાના સૂચનો માંગ્યા હતા. તેમને 30 હજારથી વધારે સૂચનો મળ્યા હતાં. જેમાંથી 700 સૂચનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતાં.

સમૃદ્ધ એમપી અભિયાન અંતર્ગત બીજેપીને આશરે 23 લાખ સૂચનો મળ્યા હતાં. જેમાંથી કેટલાક સૂચનો પોતાના મેનિફેસ્ટોમાં બીજેપીએ લીધા હતાં