અનામત માટે નિતીન પટેલનું આ નિવેદન કયો ઈશારો કરે છે?

ગાંધીનગર-ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી અનામતનો મુદ્દો ફરી ઉછળ્યો છે. મહારાષ્ટ્રમાં અનામતને લઇને જે વાતા સામે આવી તેના પછી ગુર્જર, મરાઠા અને પાટીદારો આંદોલન કરી પોતાને અનામત આપવાનું કહી રહ્યાં છે,આ સંજોગોમાં ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળશે કે કેમ તે અંગે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મભમમાં રસપ્રદ નિવેદન આપ્યું હતું.
નાયબ સીએમે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ કમિશનને રજૂઆતો કરાઇ છે, કેટલાક સમજ દ્વારા અનામતને લઇને રજૂઆતો કરાઇ છે. જસ્ટિસ દ્વારા સરવે થયા બાદ તેના પર પંચ વિચાર વિમર્સ કરશે. ત્યારબાદ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે જેના પર વિચારણા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ વધશે.ઈબીસી સામેનો કેસ

ગુજરાતમાં અગાઉ ઈબીસી અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો જેની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને જે પ્કારે અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ તેમાં સર્વે કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ અનામત આયોગ કાર્યરત છે તો તે મુજબ સર્વે કરવામાં આવે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે તે પછી આગળની કાર્યવાહી થઈ શકે છે.