નોબેલ શાંતિ પારિતોષિક યૂએસ પ્રમુખ ટ્રમ્પને આપવાની ભલામણ કરાઈ

0
643

વોશિંગ્ટન – બે કોરિયા દેશ વચ્ચે શાંતિ કરાવવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષનું નોબેલ શાંતિ પારિતોષિક આપવા માટે અમેરિકાના સાત રાજ્યોના ગવર્નરોએ નોર્વેજિયન નોબેલ કમિટીને પત્ર લખ્યો છે.

સાઉથ કેરોલિના રાજ્યના ગવર્નર હેન્રી મેકમાસ્ટર તથા અન્ય રાજ્યોના ગવર્નરોએ ટ્રમ્પને નોબેલ શાંતિ ઈનામ આપવાની ભલામણ કરતો પત્ર નોર્વેજિયન નોબેલ કમિટીના ચેરમેન બેરિટ રીસ-એન્ડરસનને પત્ર લખ્યો છે. પત્રમાં ભલામણ કરનારાઓએ લખ્યું છે કે કોરિયન દ્વીપકલ્પમાં શાંતિ લાવવા માટે ટ્રમ્પે કરેલા પ્રયાસો પરિવર્તનશીલ છે.

પત્રમાં સહી કરનાર અન્ય ગવર્નરો છેઃ એડ્ડી બાઝા કેલ્વો (ગુઆમ), ફિલ બ્રાયન્ટ (મિસિસિપી), જેફ કોલીઅર (કેન્સાસ), કે આઈવે (અલાબામા), જિમ જસ્ટિસ (વેસ્ટ વર્જિનિયા), પૌલ લીપેજ (મૈની).

2016માં યૂએસ પ્રમુખપદની ચૂંટણી વખતે મેકમાસ્ટર પહેલા વ્યક્તિ હતા જેમણે ટ્રમ્પને શરૂઆતથી જ સમર્થન આપ્યું હતું. સાઉથ કેરોલિના રાજ્યની આવતા મહિના નિર્ધારિત ચૂંટણીમાં ટ્રમ્પે મેકમાસ્ટરને ટેકો જાહેર કર્યો છે.