કર્ણાટકમાં સરકાર બનાવવા ભાજપની કવાયત શરુ

બેંગાલુરુ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બહુમતિના આંકડાથી થોડીક બેઠક પાછળ રહી જતાં હવે જોડતોડની સરકાર માટે કવાયત શરુ થઈ ગઈ છે. જેમાં આજનો દિવસ નિર્ણાયક પુરવાર થશે તેમ લાગી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો, ભારતીય જનતા પાર્ટી JDS અને કોંગ્રેસના થઈને 10 જેટલા ધારાસભ્યો પોતાના તરફ ખેંચવા પ્રયાસ કરી રહી છે.જે સમીકરણો સામે આવી રહ્યાં છે તે મુજબ ભાજપે તેમને વિકલ્પ આપ્યો છે કે, વિધાનસભામાં બહુમત પરિક્ષણ વખતે તેઓ ભાજપને સમર્થન આપે અથવા ગેરહાજર રહે. હાલમાં જે સમાચાર મળી રહ્યાં છે તે મુજબ ભાજપના નેતાઓ રાજ્યપાલને મળવા અને સરકાર રચવાનો દાવો રજૂ કરવા રાજભવન પહોંચ્યા છે. તો કોંગ્રેસ હાઈકમાન પણ સક્રિય થઈ ગયું છે. અને JDSના ધારાસભ્યોની પણ સરકાર રચવા કોને સમર્થન આપવું તે અંગે બેઠક ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, JDS અપેક્ષા મુજબ ‘કિંગ મેકર’ની ભૂમિકા ભજવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]