સોમનાથઃ આજે હરના આંગણે થશે હરિના જન્મની પ્રસ્તુતિ

0
1034

સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે રોજ લાખો શ્રદ્ધાળુઓ ભગવાન સોમેશ્વરના દર્શન કરવા માટે આવે છે. ત્યારે સોમનાથ મહાદેવને રોજ વિભિન્ન પ્રકારનો શ્રૃંગાર પણ કરવામાં આવે છે. ત્યારે આજે ભગવાન સોમેશ્વરને વૈદિક પરંપરાની ઝાંખી કરાવતો યજ્ઞ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શ્રૃંગારમાં ગુરુ શિષ્ય પરંપરાના પ્રકૃતિમય શ્રૃંગારની ઝાંખી દર્શાવવામાં આવી હતી. ભગવાન શિવનું આ પ્રકારનું અદભૂત અને દિવ્ય સ્વરુપ જોઈને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ ધન્યતાની અનુભૂતી કરી હતી.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે સાંજે 8 કલાકે પથિકાશ્રમ ડોમ ખાતે આધ્યાત્મિક નાટક પ્રગટ ભયો શ્રીનાથજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટકની પ્રસ્તુતી થિયેટર અમદાવાદ દ્વારા કરવામાં આવશે. ભગવાન શ્રીનાથજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે આધારિત આ આખુ નાટક છે. ત્યારે આ નાટકની જ્યારે પ્રસ્તુતી થવાની છે તે સમયે આ નાટક જોવાનો લ્હાવો લેવા માટે જાહેર જનતાને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.