ભરનીંદરમાં પોઢેલાં પરિવાર પર કાળમુખો ટ્રક ત્રાટક્યો, ત્રણનાં મોત

0
1357

છોટાઉદેપુરઃ કહેવાય છે કે કઇ ઘડી કેવી હશે તે કોઇ જાણી શકતું નથી. ભરનીંદરમાં ઘરમાં આરામથી પોઢ્યાં હોય અને મોત આંબી જાય તેવો બનાવ આ વાતની પુષ્ટિ કરે તેવો છે. શુક્રવારે વહેલી સવારે છોટાઉદેપુરના મંડલવા ગામે એક વિચિત્ર અકસ્માત ઘટ્યો હતો, જેમાં એક ટ્રક સીધેસીધી ઘરમાં ઘૂસી જવાને કારણે ત્રણ લોકોનાં મોત થયાં હતાં.મંડલવામાં બારીયા રોડ પર બનેલી આ ઘટનાના મૃતકોમાં એક મહિલા, એક બાળકી અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતકોમાં પતિપત્ની સંતોષ અને કૈલાસ રાઠવા અને તેમના પુત્ર અવિનાશ રાઠવાનો સમાવેશ થાય છે.

અકસ્માત બાદ ગામલોકોએ અકસ્માત સર્જનાર ટ્રકમાં તોડફોડ કરી હતી. ટ્રક જોકે રોષ પારખીને ફરાર થઈ ગયો હતો.  અકસ્માત સર્જનાર ટ્રકનો રજિસ્ટ્રેશન નંબર GJ-17-UU 0684 છે. અકસ્માત કયા કારણે થયો હતો તે જાણી શકાયું નથી. ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે પછી અન્ય કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.