4 વિશિષ્ટ સેવાપદક સહિત ગુજરાતના કુલ 29 પોલિસકર્મીને રાષ્ટ્રપતિ મેડલ જાહેર

0
1734

નવી દિલ્હી– અમદાવાદ-આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે 942 કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરાયા છે. 2 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ શૌર્ય પદક (પીપીએમજી), 177 પોલીસ કર્મીઓને પોલીસ વીરતા પદક (પીએમજી), 88 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક (પીપીએમ) અને 675 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદક (પીએમ) આપવામાં આવ્યા છે. આ યાદીમા ગુજરાતના પોલિસ અધિકારીઓ-જવાનોનો પણ સમાવેશ થાય છે.ગુજરાતના 4 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક જ્યારે 25 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદક એનાયત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, પોલીસ પદક મેળવનાર પોલીસ કર્મીઓની સંસ્થાવાર અને રાજ્યવાર યાદી ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.mha.nic.in અને પીઆઇબીની વેબસાઈટ www.pib.nic.in પર પણ ઉપલબ્ધ છે.