સોનમ, જાન્વી, સોહાઃ બોલીવૂડની અભિનેત્રીઓએ ‘મધર્સ ડે’ના સંદેશા શેર કર્યાં

0
917

મુંબઈ – બોલીવૂૂડની અનેક અભિનેત્રીઓએ આજે મધર્સ ડે પ્રસંગે એમનાં સ્પેશિયલ સંદેશા અને તસવીરો સોશિયલ મિડિયા પર શેર કર્યાં છે.

મૂળ શ્રીલંકાની જેક્લીન ફર્નાન્ડિસે કહ્યું છે કે આજના આ વિશેષ દિવસે એને તેની માતા બહુ યાદ આવે છે જે હાલ શ્રીલંકામાં રહે છે.

જાન્વી કપૂરને એની મમ્મી શ્રીદેવી યાદ આવે છે જેમનું 2018ના ફેબ્રુઆરીમાં નિધન થયું હતું. જાન્વીએ બે તસવીરો પોસ્ટ કરી છે અને દરેક જણને કહ્યું છે કે એમની માતાનો આદર કરજો અને એમને ખૂબ જ પ્રેમ આપજો.

સોહા અલી ખાને એની માતા શર્મિલા ટાગોર તથા પોતાની નાનકડી પુત્રી સાથેની તસવીર પોસ્ટ કરી છે લખ્યું છે કે, પ્રેમ જ આશા અને સપનાં લઈ આવે છે, પરંતુ પ્રેમ શુદ્ધ અને બિનશરતી હોવો જોઈએ. હેપી મધર્સ ડે.

સોનમ કપૂૂરે એની માતા સાથેની એક જૂની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે મારાં જીવનમાં સૌથી પ્રેમાણ અને સૌથી વિશેષ વ્યક્તિ મારી માતાને હેપી મધર્સ ડે.

આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર, અનુષ્કા શર્મા, અનન્યા પાંડે જેવી અભિનેત્રીઓએ પણ પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર માતા સાથેની વિશેષ તસવીર પોસ્ટ કરીને મધર્સ ડેની ઉજવણીમાં ભાગ લીધો છે.

ફરહાન અખ્તર, વિકી કૌશલ, કાર્તિક આર્યન જેવા અભિનેતાઓએ પણ મધર્સ ડે નિમિત્તે એમની માતા સાથેની તસવીરો પોસ્ટ કરી છે.

View this post on Instagram

Maa ❤️🥰❤️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

View this post on Instagram

Missing my mama 🌸 happy mummy’s day!

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

View this post on Instagram

Happy Mother’s Day. ❤️ @irani.honey love you.

A post shared by Farhan Akhtar (@faroutakhtar) on