જેટ એરવેઝે પોતાના ભાડામાં ઘટાડાની કરી જાહેરાત

0
673

નવી દિલ્હીઃ જાણીતી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ પોતાના ગ્રાહકો માટે ખુશીના સમાચાર લઈને આવી છે. યાત્રિકોને ફાયદો પહોંચાડવા માટે જેટ એરવેઝ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેટ એરવેઝ દ્વારા પોતાના ભાડામાં ડિસ્કાઉન્ટ આપીને યાત્રીઓને રાહત આપી છે.

આજે જેટ એરવેઝે ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ પર પોતાના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેટ એરવેઝે નેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ પર ટીકિટ રેટમાં 30 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાનું એલાન કર્યું છે. તો સ્થાનિક ફ્લાઈટ પર 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. 30 જૂન સુધી બૂકિંગ કરાવવા પર તમને આ ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે ગ્રાહકોને આકર્ષવા માટે એરલાઈન્સ કંપનીઓ દ્વારા આ પ્રકારે અલગ અલગ પ્રકારે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે ત્યારે જેટ એરવેઝ દ્વારા પર 30 જૂન સુધી નેશનલ અને ઈન્ટરનેશનલ બંન્ને ફ્લાઈટ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.