ગુજરાત-ઇઝરાયલ વચ્ચે સ્માર્ટ- સેફ સિટીઝ માટે MoU સંપન્ન થયા

0
1088

ઇઝરાયલ- છ દિવસ ઇઝરાયલ પ્રવાસે પહોંચેલા સીએમ રુપાણીનો પ્રથમ દિવસ મુલાકાતોથી ભરપુર રહ્યો. તે સાથે પેટાહ-ટીકવામાં એમઓયુ કરાર પણ કરવામાં આવ્યાં હતાં. ગુજરાત સરકાર અને એમ-પ્રેસ્ટ વચ્ચે ગુજરાતમાં
સ્માર્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ સિટી વિકસાવવા ગેપ-GAP એનાલિસિસ માટે MoU સંપન્ન થયાં હતાં. ગુજરાત સરકાર અને એમ-પ્રેસ્ટ વચ્ચે થયેલા આ સમજૂતી કરાર-MoUના ભાગરૂપે ગુજરાતમાં આધુનિક અને અતિ આધુનિક સ્માર્ટ સિટી (સ્માર્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ સિટી) વિકસાવવાની દિશામાં એમ-પ્રેસ્ટ જરૂરિયાત વિશ્લેષણ – ગેપ (GAP) એનાલિસિસ તથા શક્યતા નિદર્શન સાથે પ્રૂફ ઓફ કન્સેપ્ટની પ્રક્રિયા હાથ ધરશે.

સીએમની આ મુલાકાત દરમિયાન ગુજરાત-ઇઝરાયલ વચ્ચે સ્માર્ટ અને સેફ સિટીઝના મુદ્દે ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો તથા ડેટા એનાલિટિકલ અને એડવાન્સ્ડ સોફ્ટવેર્સના ઉપયોગ દ્વારા કેમેરા તથા વીડિયોની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરીને શહેરોને વધુ કાર્યદક્ષ અને સ્માર્ટ બનાવવા મુદ્દે પણ ચર્ચા.-વિચારણા થઈ હતી.

એ નિર્દેશ કરવો જરૂરી છે કે આધુનિક ટેક્નોલોજી ધરાવતી એમ-પ્રેસ્ટ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ-IoT, HLS અને ડિફેન્સ સેક્ટર માટે વિવિધ પ્રકારના મોનિટરિંગ કન્ટ્રોલ અને એનાલિટિકલ સોફ્ટવેર તૈયાર કરે છે.

ભારતમાં બેંગાલુરુમાં પણ તેની ઓફિસ કાર્યરત છે અને ત્યાં કમાન્ડ કન્ટ્રોલ, કમ્યુનિકેશન્સ, કમ્પ્યૂટર્સ અને ઇન્ટેલિજન્સ C4I એપ્લિકેશન્સ વિકસાવી છે.