ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટીની મર્યાદા વધી 20 લાખ, બિલ સંસદમાં પાસ

નવી દિલ્હીઃ સંસદે આજે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી બિલ પાસ કરી દીધું છે. જૂના ગ્રેજ્યુટી કાયદામાં સંશોધન બાદ અત્યારે 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુઇટી ટેક્સ ફ્રી થઈ ગઈ છે. પહેલાં આ રકમ 10 લાખ રૂપિયા હતી. સંસદથી પાસ થયેલા સંશોધક વિધેયક અનુસાર હવે સરકાર આ કાયદામાં સંશોધન કર્યા વિના સમય-સમય પર ટેક્સ ફ્રી ગ્રેજ્યુટીની મર્યાદા વધારી શકે છે.

આ સિવાય સરકારને મહિલા કર્મચારીઓની મેટરનિટી લીવ દરમિયાન પણ તેમને નોકરી પર પણ સમય મર્યાદા નક્કી કરવાની મંજૂરી મળી ગઈ છે. અત્યારે 12 સપ્તાહની મેટરનિટી લીવ નક્કી છે. પેમેંટ ઓફ ગ્રેજ્યુટી બેનિફિટ એક્ટ 2017માં ગ્રેજ્યુટીની ચૂકવણીના કાયદામાં પણ સંશોધન થયું છે. આ સંશોધન અનુસાર અધિકતમ માતૃત્વ અવકાશ વધારીને 26 સપ્તાહ કરી દેવામાં આવ્યો છે.

સંશોધનની અસર

ટેક્સ ફ્રી ગ્રેજ્યુટીની વધારે અધિકતમ રકમ કોઈ વ્યક્તિના પૂરા કરિયર પર લાગૂ થાય છે. આનો અર્થ એ છે કે પોતાના સર્વિસ પીરિયડ દરમિયાન તમારે 20 લાખ રૂપીયા સુધીની ગ્રેજ્યુટી પર જ ટેક્સ આપવાનો રહેશે. આ દરમીયાન ભલે ગમે તેટલી જગ્યાઓ પર કામ કર્યું હોય.
20 લાખ રૂપીયાથી વધારેની ગ્રેજ્યુટી પર ટેક્સ આપવાનો રહેશે. જો એમ્પ્લોયરને લાગે તો તે આ ફોર્મ્યુલા પર આધારિત ગ્રેજ્યુટીની રકમથી વધારે પૈસા પણ આપી શકે છે. પેમેંટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972માં વધારે ગ્રેજ્યુટી આપવા પર કોઈ રોક નથી. કાયદામાં માત્ર ગ્રેજ્યુટીની ન્યૂનતમ કર મુક્ત રકમ જ નક્કી કરવામાં આવે છે.