રાજ્યસભા ચૂંટણી: આજે ભાજપ બહુમતી મેળવશે?

નવી દિલ્હી- રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 16 રાજ્યોની રાજ્યસભાની 58 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. પરંતુ 10 રાજ્યોની રાજ્યસભાની 33 બેઠકો પર સાંસદોની બિનહરીફ વરણી થયા બાદ હવે 6 રાજ્યોની 25 બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે.ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ માંથી રાજ્યસભાના 33 સાંસદો બિનહરીફ ચૂંટી લેવામાં આવ્યા છે. ઉપરોક્ત રાજ્યોમાં નામ પરત ખેંચાયા બાદ નિર્ધારીત બેઠકો જેટલા જ ઉમેદવારો બાકી રહ્યા હતાં. જોકે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ અને તેલંગાણામાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. આ રાજ્યોમાં નિર્ધારીત બેઠકથી વધારે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

ઉત્તરપ્રદેશની 10 બેઠકો પર ભાજપ અને બસપા વચ્ચે ચૂંટણી જંગ છે. ઉત્તરપ્રદેશમાં 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ભાજપના 8 અને સમાજવાદી પાર્ટીના 1 એક ઉમેદવારની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. જ્યારે એક બેઠક માટે બસપના ઉમેદવાર અને ભાજપના સમર્થનવાળા અપક્ષ ઉમેદવાર વચ્ચે મુકાબલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]