નાનો માણસ, મોટું કામ…

0
810
મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં વડા-પાવ વેચતા મંગેશ અહિવાલે માત્ર પાંચ રૂપિયામાં વડા-પાવ વેચીને ભેગા કરેલા રૂ. 36,000ની રકમનો ચેક કેરળ પૂરરાહત માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફંડ માટે CM દેવેન્દ્ર ફડણવીસને સુપરત કર્યો. ફડણવીસે એમનો આભાર માન્યો.
મહારાષ્ટ્રના સહકારી ખાંડ કારખાના પદ્મભૂષણ ક્રાંતિવીર ડો. જગન્નાથઅન્ના નાઈકવાડી હુતાત્મા કિસાન અહિર સુગર ફેક્ટરી તરફથી રૂ. 28 લાખની રકમનો ચેક મુખ્ય પ્રધાન રાહત ફંડમાં દાનમાં આપવામાં આવ્યો છે.
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ પ્રધાન દિવાકર રાવતે જેના વડા છે તે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી રૂ. 10 કરોડનો ચેક કેરળ પૂર રાહત ફંડ માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના ભંડોળ માટે દાનમાં આપવામાં આવ્યો છે.