દુબઈમાં ફડણવીસ, BAPSના સ્વામી વચ્ચે મુલાકાત…

0
832
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાલ કેનેડા અને અમેરિકાના પ્રવાસે ગયા છે. વિમાન સફર દરમિયાન એમણે 9 જૂન, શનિવારે દુબઈમાં રોકાણ કર્યું હતું જે દરમિયાન બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસ એમને મળ્યા હતા અને અબુ ધાબીમાં BAPS અક્ષરધામ મંદિરના બાંધકામની પ્રગતિ વિશે એમને જાણકારી આપી હતી, જે જાણીને ફડણવીસે આનંદ વ્યક્ત કર્યો હતો. ફડણવીસની સાથે દુબઈસ્થિત ભારતીય રાજદૂત નવદીપ સુરી પણ હતા. મહારાષ્ટ્રમાં પાયાની સવલતો સહિત અન્ય ક્ષેત્રોની મહત્વની યોજનાઓને આર્થિક રીતે ગતિ મળે એ માટે ફડણવીસ કેનેડાના મોન્ટ્રિયલ, તેમજ અમેરિકાના ન્યુ યોર્ક, વોશિંગ્ટન અને સેન ફ્રાન્સિસ્કો શહેરોની મુલાકાતે ગયા છે.