‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: દર્શકોએ માણ્યું નાટક ‘ધ ગેઈમ’…

0
1901
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની ફાઈનલ અંતર્ગત મંગળવાર, ૯ જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં ચોપાટી વિસ્તાર સ્થિત ભવન સભાગૃહ ખાતે જહાંગીર ગ્રુપ, નવસારી સંસ્થાના નાટક ‘ધ ગેઈમ’ની રજૂઆત કરવામાં આવી હતી. જેની દર્શકોએ મજા માણી હતી. આ નાટકના લેખક પ્રવીણ સોલંકી અને દિગ્દર્શક રૂમી બારીઆ છે.

(તસવીરોઃ દીપક ધુરી)

આજનું નાટક (તા. ૧૦-૧-૨૦૧૮)

એહતે સાબી

વૈભવ સોની, વડોદરા

લેખક અને દિગ્દર્શકઃ વૈભવ સોની

સ્થળઃ ભવન, ચોપાટી-મુંબઈ

સમયઃ સાંજે ૭.૩૦