હડાદ પોલિસમથકે પોલિસને ટક્કર મારી કારચાલક ફરાર

અંબાજી-બનાસકાંઠાના હડાદ પોલિસમથકે એક કારચાલક દ્વારા પોલિસ કર્મચારીને ટક્કર મારી ભાગી જવાનો બનાવ બન્યો હતો. કારચાલકને ચેકિંગ માટે રોકવામાં આવ્યો ત્યારે આ બનાવ બન્યો હતો.બનાસકાંઠાના હડાદ પોલીસ સ્ટેશનની હદમાં સ્વીફ્ટ કારચાલક પોલીસ કર્મીને ટક્કર મારી ફરાર થઇ જતાં પોલીસ બેડા માં ખળભળાટ મચી ગયો હતો. આ જ કારચાલક એક્સિડન્ટ કરી અંબાજીની છાપરી ચેકપોસ્ટથી ભાગ્યો હતો જેને રોકવા હડાદ પોલીસમાં સૂચના આપવામાં આવી હતી.  હડાદ પહોંચેલી સ્વીફ્ટ કારને પોલિસે રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે પોલીસકર્મીને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.

ઇજાગ્રસ્ત થયેલાં ઈજાગ્રસ્ત પોલીસકર્મી જયંતીભાઈ વાલાભાઈ રાણાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે ભાગી છૂટેલા કારચાલક અને ડીઝાયર કાર નંબર જીજે 31 એ 8749 પકડવા પોલીસ કામે લાગી છે. હડાદ પોલીસ સ્ટેશન આગળ જ બનેલી ઘટના સીસીટીવી કેમેરામાં ઝીલાઇ ગઇ હતી. જેના દ્રશ્યોમાં કારચાલક પોલીસકર્મીને ટક્કર મારતો સ્પષ્ટ નજરે જોઇ શકાય છે. આ રીતે પોલીસ ઉપર સીધો અટેક કરાતાં જિલ્લાના પોલીસ બેડામાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.  પોલીસ સ્ટેશન આગળ લોખંડની બેરિકેડ લગાવવાની માગણી કરવામાં આવી છે.  પાલનપુર ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા તસ્વીર અને અહેવાલ- ચિરાગ અગ્રવાલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]