ફિફાના દેશમાં કલ્ચરલ કિક!

દર વર્ષે રશિયાના ઉરલ માઉન્ટેનમાં એક સ-રસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે, જેમાં સ્થાનિક રહેવાસી પર્યટકો સમક્ષ વર્ષો પુરાણાં રીત-રિવાજ, ગીત-સંગીત-નૃત્ય રજૂ કરે છે.હાલ રશિયામાં ફૂટબોલ વર્લ્ડ કપ ક્લાઈમેક્સ તરફ ગતિ કરી રહ્યો છે. એમાં ભાગ લેનારી 32 ટીમમાંથી કોણ સૌથી બળૂકી છે. એ આવતા અઠવાડિયે એટલે કે 15 જુલાઈએ નક્કી થશે, પણ મારે અહીં જરા જુદી વાત કરવાની છે. વાત એમ છે કે વર્લ્ડ કપ શરૂ થવાનો હતો એ પહેલાં મને યાદ આવ્યું કે અમારી રશિયન ફ્રેન્ડ આનાનું એક ઈન્વિટેશન ઘણા સમયથી પેન્ડિંગ હતું. આનાના કહેવા મુજબ અહીંના ઉરલ પહાડોમાં 2018ના મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એક સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. મેં વધુ માહિતી મગાવી તો એનો જવાબ હતોઃ અહીંની કેટલીક જાતિ એમનાં વર્ષો પુરાણાં રિવાજ, પોશાક, નૃત્ય-ગીત-સંગીતને હજુય વળગી રહી છે. એ જાતિનાં સ્ત્રી-પુરુષો જાણે એ કાળમાં જ જીવે છે.

આ કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન મર્યાદિત સંખ્યાના મહેમાનો માટે જ થાય છે. આનાનું કહેવું હતું કે અમારે એક વાર આ સાંસ્કૃતિક કાર્યક્રમ જોવો-માણવો જ જોઈએ. જો કે એ વખતે હું બીમાર હતો એટલે મેં ના પાડેલી. પણ આના કહેઃ તમારું નામ નોંધાવી દઉં છું. મે મહિના સુધી તમે સાજા ન થયા તો રદ કરાવી શકાશે.

જો કે મે સુધીમાં ઘણું સારું લાગતાં અમે રશિયા જવાનું નક્કી કર્યું. ઍરોફ્લોટ એરલાઈન્સની દિલ્હીથી ડાયરેક્ટ ફ્લાઈટ લઈ સાતેક કલાકમાં અમે મોસ્કો પહોંચી ગયા. હંમેશ મુજબ મોસ્કોથી ક્રાસ્નૌફિમ્સ્ક ટ્રેનમાં જ જવાનું નક્કી કર્યું. જેથી રસ્તામાં આવતાં નાનાં નગર, ગામડાં, જંગલ, પહાડનાં દ્રશ્યો માણી શકાય. ટ્રેનમાં સહપ્રવાસી સાથે વાતચીત થઈ શકે.

જાણીને નવાઈ લાગશે કે પ્લેન કરતાં ટ્રેનમાં ભાડું ડબલ થાય. ઠીક છે, બહાર નીકળ્યા પછી પૈસા સામું શું જોવાનું એવું વિચારી ઍરપોર્ટથી બે બસ બદલાવી અમે સમયસર ટ્રેનસ્ટેશન પહોંચી ગયા. ફૂટબોલ વર્લ્ડ કપ માટે મોસ્કોને

સ્વભાવે મિલનસાર ગામવાસીઓ રંગબેરંગી પોશાકમાં નૃત્ય, ગીત અને રમત-ગમત રજૂ કરી ટુરિસ્ટનાં મન મોહી લે છે.

નવોઢાની જેમ શણગાર્યું હતું. રસ્તામાં ઠેર ઠેર, ચારે તરફ સુશોભન, ભાગ લેનારા દેશોના રાષ્ટ્રધ્વજ અને ઝળાંહળાં રોશનીથી શહેર ઝગમગતું હતું. સમય તફાવત મોટો નથી. મોસ્કોમાં બપોરના 12:00 થયા હોય ત્યારે ભારતમાં (બપોરના) અઢી વાગ્યા હોય. ટ્રેનમાં મોસ્કોથી ક્રાસ્નૌફિમ્સ્ક પહોંચતાં 24 કલાક અને પ્લેનમાં અઢી કલાક થાય.

અમે જે દિવસે મોસ્કો પહોંચ્યા ત્યારે તાપમાન 27 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું. જો કે ટ્રેનમાં હીટિંગ સિસ્ટમથી 25 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું. બીજા દિવસે મોસ્કો ટાઈમ 12:00 કલાકે અને ઉરલ ટાઈમ બે વાગ્યે પહોંચ્યા. ટ્રેન કેબિનમાં પતિ-પત્ની 65ની આસપાસ વયનાં સહપ્રવાસી હતાં. એમણે તાકીદ કરી કે કારનૌફિમ્સ્ક ઊતરતાં પહેલાં ગરમ કપડાં પહેરી લેજો. સખત ઠંડો પવન ફૂંકાતો હશે અને બે ડિગ્રી સેન્ટિગ્રેડ જેવું તાપમાન હશે.

સ્ટેશન પર આનાની ફ્રેન્ડ જુલિયા લેવા આવી હતી. ક્રાસ્નૌફિમ્સ્ક સ્ટેશન પર ઊતરનારો હું એકમાત્ર પ્રવાસી હતો. બીજા સભ્યો સવારના અને સાંજના પ્લેનમાં એકાતેરિન્બર્ગ આવેલા. ત્યાંથી બસમાં આવ્યો તો સવા બસ્સો કિલમીટર જેટલું અંતર થાય. સરસ વેજિટેરિયન લંચ હતું. પરંતુ મારે આજે અગિયારસનો ઉપવાસ હતો. માટે કેમ્પ પર થોડી વાર આરામ કર્યો. બપોર પછી કેમ્પથી ત્રણ કિલોમીટર દૂર ઊફા નદી તરફ જંગલમાં જઈ પહાડ પર ટ્રેકિંગ કરતાં પહોંચ્યા. આ સ્થળ આશરે 100 ફૂટ નીચે ઊંચા ખડક પર હતું. નીચે ઉફા નદીનાં ધસમસતાં વહેણ અને કુદરતી સૌંદર્ય આકર્ષક હતાં. કેટલાક મહેમાન દોરડાં વાટે નદીના કિનારા સુધી ઊતર્યા અને પછી પહાડ પર પરત ફર્યા. આશરે બે કલાક રોકાઈ કેમ્પ પર પરત આવ્યા. રહેવાની સરસ સગવડ હતી. હીટર પણ હતાં. કારણ કે દિવસે તાપમાન બેથી પાંચ ડિગ્રી સેન્ટિગ્રેડ રહેતું. જ્યારે રાત્રે માઈનસ પાંચ ડિગ્રી. વળી, પહાડી વિસ્તાર એટલે સખત પવન ફૂંકાયા કરે. આપણા જેવા તો ઠંડીમાં ઠૂંઠવાઈ જાય.

ભારતમાંથી હું એકલો જ હતો. આ ઉપરાંત, ફિનલૅન્ડ, ફ્રાન્સ, ટર્કી, સ્કૉટલૅન્ડ, ઈઝરાયલ, ક્રોએશિયા, ગ્રીસ, પોલૅન્ડ, આયરલૅન્ડ, વગેરે દેશના 32 જેટલા મહેમાન હતા. લાખો વર્ષ પહેલાં ઉરલ વિસ્તાર એટલે અફાટ સમુદ્ર અને ઉરલ પહાડ રીફ હતા. સુંદર ઉરલ પહાડો ન તો યુરોપમાં છે કે નથી એશિયામાં, પરંતુ યુરોપ-એશિયા વચ્ચેની સીમા છે. આ એ જ સ્થળ છે, જ્યાં કીમતી પથ્થરો અને ગ્રેનાઈટ મોટા પ્રમાણમાં મળે છે. મુખ્ય શહેર એકાતેરિન્બર્ગને વિશ્વનાં 12 આઈડિયલ શહેરમાં યુનેસ્કો દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે. એકાતેરિન્બર્ગથી નજીક રશિયાના ઝાર નિકોલસ-બીજો અને એના પરિવારની હત્યા થઈ હતી. રશિયાના પ્રથમ પ્રમુખ બોરિસ પેલન્સિન પણ અહીં જ જન્મ્યા હતા.

બીજે દિવસે વહેલી સવારે બ્રેકફાસ્ટ પછી બુગાલિશ નામના ગામ તરફ જવા નીકળ્યા. જે તાતાર લોકોની વસતિ ધરાવતું ગામ છે. ગામવાસીઓએ પારંપરિક વસ્ત્રધારણ કર્યા હતા. એમણે અમારું સ્વાગત કર્યું. સતત બે કલાક એમણે ગીત, નૃત્યથી અમને તરબતર કરી દીધા. આ કળા આપણે ત્યાં જોવા-માણવી મળી શકી હોત? સ્વભાવે ગામવાસીઓ મિલનસાર, પ્રેમાળ હતા. એમની જુદી જુદી વેશભૂષા તેમ જ રંગબેરંગી પોશાકમાં બાળકોનાં નૃત્ય, ગીત અને રમત-ગમતે અમારા મન મોહી લીધાં. રશિયામાં આશરે 20 લાખ તાતાર લોકો છે. એ ઘેટાંના ઊનમાંથી કાપડ, પોશાક વગેરે બનાવે છે. ભરતકામમાં એમનો જોટો ન જડે. એમણે ખાસ બનાવેલા વેજિટેરિયન તાતાર ભોજનનો સ્વાદ માણવા મળ્યો. મોડી સાંજે કૅમ્પ પર પરત ફર્યા.

ભરતકામ તથા રૂને કલર કરી એમાંથી નયનરમ્ય કળાકૃતિ બનાવવામાં ગામવાસીઓ નિપુણ છે.

બીજા  દિવસે સરાના વિલેજ ગયા. જ્યાં કેટલીક સદીઓથી આ લોકો લુહારી કામ કરીને રહે છે. એ લોકોએ પણ પોતાના રીત-રિવાજથી અમારું સ્વાગત કર્યું. એમની જૂની-પુરાણી રીતની વર્કશોપ જોઈ તેમ જ બાગ-બગીચા, ખેતીમાં ઉપયોગી ઓજાર બનાવતા જોયા.

ત્યાંથી એક વિશાળ મેદાનમાં રશિયન હોલી ટ્રિનિટી હોલિડેનો તહેવાર જોવાનો લહાવો મળ્યો. પરંપરા કે રિવાજ મુજબ આજના દિવસે ચર્ચ તેમ જ ઘરનો પાયો નાંખે છે. તાજું ઘાસ, રંગબેરંગી આઈકન્સ વડે વૃક્ષોને શણગારે છે. યુવાન રશિયન મહિલા એકબીજાને ભેટ આપે છે. મોટા ગોળાકાર વર્તુળમાં (આપણા ગરબાની જેમ) આકર્ષક પોશાકમાં નૃત્ય, ગીત, સંગીત, વગેરે ઉત્સાહપૂર્વક રજૂ કરે છે. આ ટ્રિનિટી ફેસ્ટનો પ્રસંગ હતો. વર્ષો પહેલાં આજના દિવસે ચર્ચ તથા કેટલાંક ઘરનાં ખાત-મુહૂર્ત થયાં હતાં. એની ઉજવણી રૂપે આ રંગારંગ કાર્યક્રમ યોજાય છે. વળી, મુલાકાતીઓને, પણ આગ્રહપૂર્વક ભાગ લેવા આમંત્રે છે. ફોક ડાન્સ, ફોક ગેમ્સ, વગેરેથી દર્શકોને જકડી લીધા. અહીંથી જવાનું મન થતું નહોતું.

વળતાં એક રશિયન બાન્યા (સઉના)ની મુલાકાત લીધી. ખૂબ જ ઊંચા ઉષ્ણતામાનવાળી વરાળમાં પાંચ મિનિટ બેસો એટલે શરીરે પરસેવો વળી જાય. શરીરનાં છિદ્ર ખૂલી જાય અને હળવાફૂલ થઈ જવાય. દરેક રશિયન અઠવાડિયે એક વખત તો બાન્યાની મુલાકાત લે જ છે.

આ બધું જોઈ-માણી કૅમ્પ પર પરત ફર્યા. રાત્રે જુદાં જુદાં સાંસ્કૃતિક નૃત્ય અને ગીતોની જમાવટ તાન્યા ને એની ટીમે કરી. આકર્ષક પોશાકમાં અમે બધા વિવિધ રમત રમ્યા. એમની સાથે ડાન્સ કર્યા. ગીતો ગાયાં. બધાના આગ્રહથી કાર્યક્રમ વધુ એક કલાક લંબાવ્યો. હાજર રહેલા દરેક મિત્રોના દેશનાં ગીતોની રમઝટ બોલાવી. છેલ્લે મારા આશ્ચર્ય વચ્ચે તાન્યાએ આપણું રાષ્ટ્રગીત, જન ગણ મન ગાયું. જે શિરમોર રહ્યું. ખૂબ જ મળતાવડા કલાકારોની ટીમે કાર્યક્રમ હોંશપૂર્વક રજૂ કર્યો-માણ્યો. એ રાત્રિ યાદગાર રહી.

બીજે દિવસે સવારે યુવા નામના વિલેજ જવા નીકળ્યા. જેનું મારી કલ્ચર આકર્ષક અને જાણીતું છે. આ વિસ્તારમાં અમુક વિલેજમાં ખાસ કમ્યુનિટીની જ વસતી હોય છે. જુદા જુદા વિસ્તારના મારી લોકો છેવટે વર્ષોથી માત્ર ઉરલ વિસ્તારમાં જ સ્થાયી થયા. એમની આગવી સંસ્કૃતિ, પોશાક, ગીત-સંગીત, રહેણીકરણી, વગેરે અલગ પડે છે. ખાસ કરીને એ નરમ-પોચા રૂને આકર્ષક રંગોએ રંગી એનાં ચિત્ર, ઢીંગલી વગેરે બનાવે છે. આપણાં માતામહ, દાદીમા અનાજ દળવા હાથઘંટી વાપરતાં એમ અહીં આજે પણ હાથઘંટીનો ઉપયોગ કરવામાં આવે છે. એમનું ભરતકામ (કચ્છની જેમ) આગવી વિશિષ્ટતા છે.

થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં પ્રદર્શનમાં એમના ભરતકામને બીજું ઈનામ મળેલું. દરેક મહિલાના બેમાંથી ચાર દાંત સોનાથી મઢેલા હોય જ. એમનાં ગીત-સંગીત, નૃત્યમાં કેટલો સમય પસાર થયો એ ખબર જ ન પડી.

બીજા દિવસે ગાઢ જંગલમાં ચાલીને ફરવાનું હતું. કુલ 10 કિલોમીટર ફર્યા. આફ્રિકાની જેમ અહીં પણ ત્સે-ત્સે માખીનો ઉપાડો હતો. એ કરડે તો આખા શરીરે બળતરા અને લાલઘૂમ ચાઠાં પડી જાય માટે અમને આખું શરીર ઢંકાય એવાં કપડાં પહેરવાની સૂચના આપવામાં આવેલી. આ ઉપરાંત, આખા શરીર પર સ્પ્રે કરવામાં આવેલું, જેથી માખી દૂર રહે.

આજે રશિયામાં અમારો ત્રીજો દિવસ હતો. આજે અમારે સવા બસ્સો કિલોમીટર દૂર આવેલા મુખ્ય શહેર એકાતેરિન્બર્ગમાં જવાનું હતું. જ્યાં ફૂટબૉલ વર્લ્ડ કપની કેટલીક ગેમ રમાવાની હતી. રશિયાનું ત્રીજું મોટું શહેર, આકર્ષક મહાલયો, ખૂબ પહોળા રસ્તા, નદી કિનારે સુંદર બગીચા અને ખૂબ જ સ્વચ્છ ને આકર્ષક શહેર. અહીં ખાસ તો બે સ્થળની મુલાકાત યાદગાર રહી.

અહીંથી 17 કિલોમીટર દૂર આવેલા સ્થળે એક જગ્યા છે. જ્યાંથી યુરોપ અને એશિયા જુદા પડે છે. નિષ્ણાત સ્થપતિ તાતીશેવે ઉરલમાં ઘણાં શહેરોનું નિર્માણ કરેલું. એણે શોધી કાઢેલું કે ઉરલ પર્વતમાળા કુદરતી રીતે યુરોપ અને એશિયાને જુદા પાડે છે. અહીંના ભવ્ય સ્થાપત્ય જોવા જેવાં છે. આ સ્થાપત્ય યુરોપ અને એશિયાને જુદા પાડે છે. અહીં એક પગ યુરોપમાં અને એક પગ એશિયામાં રાખીને ફોટા પડાવી શકાય છે.

15 કિલોમીટર દૂર બીજું ગનીના યામા નામનું સ્થળ. 17 જુલાઈ, 1918ની વહેલી સવારે રશિયન સિવિલ વૉર પુરજોશમાં હતી ત્યારે ઝાર નિકોલસ-બીજો, એનાં પત્ની એલેકઝાન્ડ્રા, ચાર દીકરી અને એક દીકરાની હત્યા થયેલી. એમના મૃતદેહ નજીકની ઊંડી ખીણમાં ફેંકી દેવામાં આવેલા. 1991માં સોવિયેતના પતન બાદ રશિયન સરકારે જાહેર કર્યું કે યેકાતિન્બર્ગ પાસેની ખીણમાંથી મળેલા મૃતદેહ ઝાર પરિવારના હતા. આ જગ્યાએ કુટુંબનાં દરેક સભ્યની યાદમાં સાત ચૅપલનું નિર્માણ શરૂ થયું. 2001માં આ કાર્ય પૂરું થયું.

આ બધું જોઈ-માણી અમારો સંઘ પરત મોસ્કો ફર્યો.

અહેવાલ-તસવીોઃ કિરણ ઓઝા