ગૂગલ પર વપરાશકારોનો ડેટા ખોટી રીતે ભેગા કરવાનો આક્ષેપ

જાણીતી સર્ચ એન્જીન કંપની ગૂગલ પર ઑસ્ટ્રેલિયામાં એન્ડ્રૉઇડ યુઝર્સ ડેટા ખોટી રીતે ભેગો કર્યો હોવાનો આરોપ મૂકાયો છે. ગૂગલ પર આ આરોપ મૂક્યો છે ઓરેકલ, જે સોફ્ટવેર કંપની કંપની છે. જોકે ગયા વર્ષે નવેમ્બરમાં પણ ગૂગલ પર આવા આક્ષેપો થયાં હતાં, તેમ છતાં ઓરેકલે આ બાબતની તપાસ કરવા ઓસ્ટ્રેલિયન સ્પર્ધા અને ગોપનીયતા નિયમનકારને અપીલ કરી છે.ઑસ્ટ્રેલિયન નિયમનકારને ઓરેકલે 15 મેએ જણાવ્યું કે ગૂગલ લાખો એન્ડ્રૉઇડ વપરાશકારોની માહિતી તેમને કહ્યા વગર એકઠી કરે છે જેના કારણે તેમને ટેલિકોમ કંપનીઓને ઈચ્છા ન હોવા છતાં ચાર્જ દેવા પડે છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા કંપની ફેસબુક પર પણ થોડા મહિના પહેલાં ડેટા ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આરોપોનો જવાબ આપતા ગૂગલ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગૂગલ પાસે ડેટા એકત્ર કરવા વપરાશકર્તાઓની મંજૂરી છે. કોઈ પણ પ્રકારની સ્થાન-સંબંધિત સેવાઓના ઉપયોગમાં વપરાતી માહિતી માટે વપરાશકર્તાઓ પાસેથી ટેલિકોમ કંપનીની યોજના અનુસાર પૈસા વસૂલવામાં આવે છે. આવી કોઈ સેવાનો ઉપયોગ વપરાશકર્તા પર આધાર રાખે છે. જો વપરાશકર્તાઓને લાગે કે તેમને ડેટા વપરાશ માટે ચાર્જ લગાડવામાં આવે છે તો તેઓ વપરાશકર્તા સેટિંગ્સ માં જઈને તમારા સેવા નિષ્ક્રિય કરી શકે છે.

ઑસ્ટ્રેલિયન રેગ્યુલેટરે કહ્યું છે કે તે હાલમાં ઓરેકલની ફરિયાદોની તપાસ કરી રહી છે. અમે એ વાતની તપાસ કરી રહ્યાં છીએ કે વપરાશકર્તાઓ (યુઝર્સ)ને તેના વિશે કોઈ માહિતી છે કે નહીં., એન્ડ્રૉઇડ વપરાશકર્તાઓ જો કોઈ પણ પ્રકારની શોધ અથવા સ્થાન સેવાનો ઉપયોગ કરતા હોય તો તે માટે ગીગાબાઇટમાં ડેટા વપરાશ પર ચાર્જ ટેલિકોમ કંપનીઓ દ્વારા વસૂલવામાં આવે છે. કેટલીક યોજનાઓમાં વપરાશકર્તાઓને ઓછો ડેટા જ મળે છે જે પછી વપરાતી માહિતી માટે ટેલિકોમ કંપનીઓ દ્વારા અલગથી વસૂલવામાં આવે છે.

બંને કંપનીઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ છે. ઉલ્લેખનીય છે કે જાવા પ્લેટફોર્મ વાપરવા પર મળતી રૉયલ્ટી અંગે, ઓરેકલ અને ગૂગલ વચ્ચે લાંબા સમયથી વિવાદ છે. ઓરેકલ ઈચ્છે છે કે જાવા માટે ગૂગલ તેને રૉયલ્ટી આપે પણ ગૂગલની દલીલ છે કે જાવા પ્લેટફોર્મનો ઉપયોગ નિઃશુલ્ક કરવા દેવો જોઈએ.